રાજ્યમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે વધુ એક આપઘાતની ઘટના સુરત શહેરમાં બની છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા એક 25 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. માહિતી મુજબ આપઘાત પહેલા સોફ્ટવેર ડેવલોપર યુવાને વોટ્સએપ સ્ટેટ્સમાં લખ્યું હતું કે, હું જિંદગીથી કંટાળી ગયો છું. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોતાના ઘરે ગળે ફાંસો ખાધો
સુરતના વરાછામાં આવેલી રાધાસ્વામી સોસાયટીમાં 25 વર્ષીય માનવ અરવિંદભાઈ ગુજરિયા પરિવાર સાથે રહેતો હતો. માનવ સોફ્ટવેર ડેવલપરનું કામ કરતો હતો. ગત રોજ તેણે પોતાના ઘરે જ લોખંડના એંગલ સાથેશાલ બાંધીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આશાસ્પદ યુવાનના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે યુવકે આત્મહત્યા પહેલા તેના મોબાઇલમાં વોટ્સએપ સ્ટેટ્સમાં લખ્યું હતું કે, હું જિંદગીથી કંટાળી ગયો છું. જોકે યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગેનું સાચું કારણ હાલ જાણવા મળ્યું હતું. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે. જ્યારે બીજી તરફ આશાસ્પદ યુવાનના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500