સુરતની સોસાયટીમાં અચાનાક હરાજીની નોટીસ આપવામાં આવતા મોટી સંખ્યામાં સ્થાનિકો બિલ્ડરની ઓફિસમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા. શેખપુર વિસ્તારમાં હરીદર્શન સોસાયટીની ઘટના બનતા દોડધામ મચી જવા પામી છે.
સુરતમાં 2009માં બંધાયેલી સોસાયટીને અચાનક હરાજીની નોટીસ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સોસાયટીના રહીશો પણ નોટીસ મળતા સ્તબ્ધ બની ગયા હતા. શેખપુર વિસ્તારમાં હીરદર્શન સોસાયટીનો આ મામલો સામે આવ્યો છે. 1450 રો હાઉસની સોસાયટીની સામુહિક હરાજીનો મામલો સામે આવ્યો છે.
સોસાયટી પર 52 કરોડની લોનનું લેણું નિકળતા 4 માર્ચે હરાજી થશે. સ્થાનિકોને 13 વર્ષે ખબર પડી કે તેમની જમીન પર લોન લેવામાં આવી છે. અચાનાકજ હરાજીની નોટિસ આવતા વર્ષોથી રહેતા રહીશો અસમંજસમાં મુકાયા હતા. લોકોને આ વાતનો મોટો ધ્રાસકો પડ્યો હતો અને આ જાણી મોટી સંખ્યામાં સ્થાનિકો બિલ્ડરની ઓફિસે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. 2009માં બાંધવામાં આવેલી સોસાયટીની અચાનક હરાજી કઈ રીતે, શું નોટીસ છે તે વાતથી રહીશોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો.
નોટીસમાં ઉલ્લેખ કરાયો હતો કે, આગામી સમયમાં સોસાયટીની હરાજી થશે. ત્યારબાદ રહીશોનું શું તે મોટો સવાલ ઉભો થયો છે. દરેકને પોતાનું ઘર છીનવાઈ જવાનો મોટો ડર પેઠો છે. જો કે, બિલ્ડર દ્વારા 45 દિવસનો સમય આપવા માટે કહેવાયું છે. જો 4 તારીખે હરાજી થાય છે તો સ્થાનિકો ક્યાં જશે. તે પણ મોટો સવાલ ઉભો થયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500