કાશ્મીરમાં ઠંડીનું જોર વધી રહ્યું છે જેમાં ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં લઘુતમ તાપમાન માઇનસ 8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. બાંદીપોરામાં જમ્મુ-કાશ્મીરનું સૌથી ઓછું તાપમાન નોંધવામાં આવ્યું હતું. ત્યારબાદ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં લઘુતમ તાપમાન માઇનસ 7.3 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. શોપિયાંમાં 6.9 ડિગ્રી સેલ્સિયસ ઠંડી હતી. શ્રીનગરનું લઘુતમ તાપમાન માઇનસ 5.3 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. આ વખતની ઠંડીની સિઝનમાં કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં બરફ વર્ષા થઇ નથી.
જોકે હવામાન વિભાગે 25થી 31 જાન્યુઆરી સુધીમાં બરફ વર્ષા થવાની સંભાવના દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે 40 દિવસની ચિલ્લાઇ કલાન 31 જાન્યુઆરીએ સમાપ્ત થઇ રહી છે. હરિયાણા અને પંજાબમાં પણ અસહ્ય ઠંડી યથાવત રહી છે. હરિયાણામાં અંબાલા 3.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. ચંડીગઢમાં લઘુતમ તાપમાન 3.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. પંજાબના ગુરદાસપુરમાં 3 ડિગ્રી સેલ્સિયસ ઠંડી હતી. દિલ્હીમાં લઘુતમ તાપમાન 8.3 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવતા દિલ્હીવાસીઓને ઠંડીથી સામાન્ય રાહત મળી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી હિમાલયમાં સામાન્ય બરફ વર્ષા થશે. પાંચ દિવસ સુધી ઉત્તર ભારતમાં ભારે ધુમ્મસથી અતિ ભારે ધુમ્મસ છવાયેલો રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application