ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલા એમ.પેટ્રોલ પંપમાં મોડી રાત્રે અજાણ્યા ઇસમ બાઇક લઇ આવીને એમ.પટેલ પેટ્રોલ પંપની ઓફિસમાં નિંદર માણતા કર્મચારીઓના ખિસ્સા કાપી આખા દિવસનો વકરો લઈ રફુચક્કર થઈ જવા પામ્યો હતો. જયારે રાત્રિએ પેટ્રોલ પંપના કર્મચારીઓને ઊંઘવુ ભારે છે. રાત્રીના 1.30થી 2 વાગેના સમય ગાળા દરમિયાન એક બાઇક ચાલક ઈસમ પેટ્રોલ પંપ પર આવી બાઈક પાર્ક કરી ઓફિસની અંદર મીઠી નીંદર માણતા કર્મચારી અરવિંદ ઉદયસિંહ પાટણવાડીયા અને પ્રવીણ વસાવાના ખિસ્સા કાપી પેટ્રોલ પંપ પર થયેલા વકરાના રૂપિયા 50,000/- ચોરી કરી ફરાર થઈ જવા પામ્યો હતો. આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપની ઓફિસમાં અને બહાર લગાડેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. હાલ તો પેટ્રોલ પંપના માલિક અને કર્મચારીએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે CCTVના ફૂટેજ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application