જો તમે UPI દ્વારા પેમેન્ટ કરો છો તો આ અપડેટ તમારા માટે જરૂરી છે. તો આજથી શરૂ થતા નવા વર્ષમાં UPIના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. RBIએ ગયા મહિને ડિસેમ્બરમાં આ ફેરફારો વિશે માહિતી આપી હતી. જે ઘણા UPI યુઝર્સને અસર કરશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ Google Pay, Paytm, PhonePe વગેરે જેવી પેમેન્ટ એપ્સ અને એક વર્ષથી વધુ સમયથી ઉપયોગમાં ન હોય તેવા એકાઉન્ટ્સને ડીએક્ટીવ કરવા જણાવ્યું છે. મતલબ કે જો તમે છેલ્લા એક વર્ષ કે તેથી વધુ સમયથી UPI એપ્સનો ઉપયોગ નથી કરતા, તો તમારું એકાઉન્ટ પણ બંધ થઈ શકે છે. NPC અનુસાર, હવે UPI દ્વારા દૈનિક પેમેન્ટની મર્યાદા વધારી દેવામાં આવી છે.
હવે યુઝર્સ એક દિવસમાં 1 લાખ રૂપિયા સુધીની ચુકવણી કરી શકશે. આ ઉપરાંત તારીખ 8 ડિસેમ્બર, 2023ના રોજ, RBIએ હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે UPI પેમેન્ટ મર્યાદામાં વધારો કર્યો છે, હવે તેની પેમેન્ટ મર્યાદા 5 લાખ રૂપિયા છે. UPI પેમેન્ટ કરતી વખતે કોઈ યુઝર પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPI)નો ઉપયોગ કરે છે, તો તેણે રૂપિયા 2,000થી વધુની ચુકવણી પર 1.1 ટકાની ઇન્ટરચેન્જ ફી ચૂકવવી પડશે. આ સિવાય UPI દ્વારા થતી છેતરપિંડી રોકવા માટે, હવે જો કોઈ ધારક નવા યૂઝરને 2,000 રૂપિયાથી વધુ ચૂકવે છે, તો તેની પાસે 4 કલાકની સમય મર્યાદા હશે. આવી સ્થિતિમાં, તે સરળતાથી 4 કલાકની અંદર તેની ફરિયાદ કરી શકે છે. દેશમાં UPIને પ્રોત્સાહન આપવા માટે RBIએ જાપાનીઝ કંપની હિટાચી સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી અનુસાર UPI ATM ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે. આ ATM દ્વારા બેંકમાંથી રોકડ ઉપાડવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની જશે. રોકડ ઉપાડવા માટે QR સ્કેન કરવું પડશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500