Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત જિલ્લાના ઔદ્યોગિક એકમો સાથે ‘અનુબંધમ’ પોર્ટલ અને મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ સેમિનાર યોજાયો

  • September 04, 2021 

રોજગારવાચ્છું યુવાનો રોજગારી અને નોકરીદાતાઓની માનવબળ પુરૂ પાડવા માટે રાજય સરકાર દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલા અનુંબધમ પોર્ટલ તથા મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજનાની જાણકારી મળી રહે તેવા આશયથી સુરત જિલ્લાના ઈન્ડસ્ટ્રીયલ એસોસિયેશનો તથા મોટાપાયાના ઔદ્યોગીક એકમોના પ્રતિનિધિશ્રીઓ સાથે શ્રમ અને રોજગાર વિભાગના અગ્રસચિવશ્રી અજું શર્માના અધ્યક્ષસ્થાને આઉટરિચ સેમિનાર યોજાયો હતો.

 

 

 

 

 

આ વેળાએ અગ્રસચિવશ્રીએ જણાવ્યું હતું કે, યુવાનોને સરળતાથી ઘરબેઠા મનપસંદ નોકરી મળી રહે તેમજ ઉદ્યોગકારોને ચૌક્કસ સ્કીલને અનુરૂપ માનવબળ મળી રહે તે માટે અનુબંધમ પોર્ટલ સેતરૂપ ભૂમિકા નિભાવશે. ૧૫ દિવસના ટુંકાગાળામાં ૫૨ હજાર રોજગારવાચ્છુક ઉમેદવારો તથા ૧૦ હજારથી વધુ નોકરીદાતાઓએ અનુબંધન પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. રોજગારી મેળવવા માટેના આ ઉમદા માધ્યમ થકી ઉદ્યોગોને કુશળ માનવ બળ મળી રહે છે જ્યારે યુવાધનને પસંદગીનો રોજગાર મેળવવામાં આ પોર્ટલ આશીર્વાદ રૂપ બન્યું છે. પોર્ટલમાં સરળતાથી કોઈ ઈન્ડસ્ટ્રીઝ કે એકમોના નોકરીદાતાઓ સરળતાથી નોંધણી કરાવી શકે છે. તેવી રીતે રોજગારવાંચ્છુ ઉમેદવારો નોંધણી કરાવી શકશે. ઔદ્યોગિક એકમોને જોઈતુ માનવબળ મળે તે માટે પોતાના એકમોમાં ઉમેદવારોને એપ્રેન્ટીસ તરીકે તાલીમ આપીને મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

 

 

 

 

તેમણે વધુમાં કહ્યું કે, જો કોઈ પણ ઈન્ડસ્ટ્રી પોતાની જરૂરિયાત પ્રમાણેના સ્કીલ ડેવલપમેન્ટના કોર્સ પોતાના જ એકમમાં શરૂ કરવા ઇચ્છતા હોય તો રાજ્ય સરકાર આવા એકમોને શકયતમ મદદ કરશે. તેમણે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને એક અદ્યતન સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અને એક્સલન્સ સેન્ટર પ્રારંભ કરવા સૂચન કર્યું હતું, જે માટે રાજ્ય સરકારનો શ્રમ અને રોજગાર વિભાગ પૂરતી તાલીમ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યવસ્થાકીય મદદ કરવા તત્પર રહેશે એમ તેમણે જણાવ્યું હતું.

 

 

 

 

આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી નાનુભાઈ વાનાણીએ રાજય સરકાર દ્વારા અનુબંધમ પોર્ટલનો નોકરીદાતાઓ વધુમાં વધુ ઉપયોગ કરીને સ્થાનિક યુવાનોને નોકરીની તકો પુરી પાડે તેવી શુભકાનાઓ પાઠવી હતી.આ પ્રસંગે જિલ્લાની વિવિધ ઈન્ડસ્ટ્રીઝ તથા ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિશ્રીઓએ પ્રશ્નોત્તરી દ્વારા અનુબંધમ પોર્ટલ વિશેની વધુ જાણકારી મેળવી હતી. 

 

 

 

 

આ વેળાએ સધર્ન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખશ્રી આશીષભાઈ ગુજરાતી, સાઉથ ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રમુખશ્રી જીતુભાઈ વખારીયા, રોજગાર અને તાલીમના અધિક નિયામકશ્રી કે.વી.ભાલોડિયા, નાયબ નિયામક(રોજગાર)શ્રી એમ.વી.વસાવા તથા નાયબ નિયામક(તાલીમ)શ્રીમતિ દક્ષાબેન જોષી, રોજગાર અધિકારીશ્રી પારૂલબેન પટેલ, ડેપ્યુટી લેબર કમિશનરશ્રી એ.એન.ડોડિયા તેમજ ઈન્ડસ્ટ્રીઝ તથા ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application