શ્રી તાપી જિલ્લા પત્રકાર સેવા સંઘ ની એક મહત્વ ની બેઠક શુક્રવારે સર્કિટ હાઉસ વ્યારા ખાતે યોજાઈ હતી.
મિટિંગ ની શરૂઆત સંઘ ના મહામંત્રી મહેશભાઈ પ્રજાપતિએ અહેવાલ વાંચન થી કરી હતી. તેમણે ઉપસ્થિત સર્વ પત્રકાર મિત્રો ને આવકારી મિટિંગ ના એજેન્ડા બાબતે ચર્ચા કરી હતી. સંઘના સ્થાપક પ્રમુખ હરીશભાઈ શાહે છેલ્લા પાંચ વર્ષમાં સંઘ દ્વારા કરવામાં આવેલ સેવાકીય કામગીરી અંગે ઉપસ્થિતો ને માહિતી આપી હતી. એ પછી ટ્રસ્ટી મંડળ માં નવા વરાયેલા ધવલભાઈ પરમાર નું પ્રમુખ દીપકભાઈ શર્મા અને અન્યો એ પુષ્પગુછ થી સ્વાગત કર્યું હતું.
એ પછી સંઘના પ્રમુખ દીપક શર્મા એ પોતાના કાર્યકાળ દરમિયાન સંઘ દ્વારા કરવામાં આવેલ કામો ની વિગતો આપી સંઘ કાર્ય માં સહયોગ આપનાર તમામ મિત્રો નો આભાર માન્યો હતો. સંઘ ના ખજાનચી સંદીપભાઈ ગોડાદરિયાએ ગત વર્ષ ના હિસાબો રજૂ કર્યા હતા. એ પછી નવા પ્રમુખ ની વરણી નું કામ હાથ પર લેવામાં આવ્યું હતું. સંઘના હાલના ઉપપ્રમુખ નીરવભાઈ કંસારા ને પત્રકાર સંઘ ના નવા અધ્યક્ષ તરીકે નિમવા હરીશભાઈ એ દરખાસ્ત મૂકી હતી અને ટેકો મહેશભાઈ એ આપ્યો હતો.
આ સિવાય અન્ય કોઈ દરખાસ્ત ન આવતા નીરવભાઈ કંસારા ને તાપી જિલ્લા પત્રકાર સેવા સંઘના નવા પ્રમુખ તરીકે વરાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રો એ એમનું પુષ્પગુછ થી સ્વાગત કરી અભિનંદન આપ્યા હતા. સંઘ ના વરિષ્ઠ સભ્ય એવા અલ્પેશભાઈ દવે એ નવા અધ્યક્ષ નું સ્વાગત કરી કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા.અંતે નવા પ્રમુખ નિરવભાઈ કંસારા એ સહુ નો આભાર માની સહયોગ ની અપેક્ષા વ્યક્ત કરી હતી.આ બેઠકમાં સંઘના નરેન્દ્રભાઈ ભુવેચિત્રે,હેમંતભાઈ ગામીત,મુકેશભાઈ ગામીત સહિતના સભ્ય ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationહવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી
April 06, 2025