દિલ્હી સહિત ઉત્તર અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારમાં આ વખતે ગરમીએ વહેલા દસ્તક આપી અને 122 વર્ષનો રેકોર્ડ તોડી દીધો. હવામાન વિભાગના અનુમાન અનુસાર, આ વખતે ઉત્તર ભારતમાં તાપમાન 50 ડિગ્રીએ પહોંચી શકે છે. આ સિવાય દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં એક અલગ પ્રકારનુ પ્રદૂષણ ઘણુ ઝડપથી વધ્યુ છે. આ પ્રદૂષણ છે ગ્રાઉન્ડ લેવલ ઓઝોનનુ. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં આ સલામત લેવલથી લગભગ બેગણુ થઈ ગયુ છે. સાયન્ટિસ્ટ આને જોખમની ઘંટડી માની રહ્યા છે. ઓઝોન ગેસ ત્યારે પેદા થાય છે.
જ્યારે નાઈટ્રોજનના ઓક્સાઈડ અને અસ્થિર કાર્બનિક સંયોજન ઝડપથી ગરમીના સંપર્કમાં આવે છે. આવુ મોટાભાગે તે વિસ્તારમાં થાય છે જ્યાં ટ્રાફિક ખૂબ વધારે હોય છે અથવા ફેક્ટરીઓ હોય છે. આને તે લોકો માટે વધારે ખતરનાક માનવામાં આવે છે જેમને અસ્થમા કે શ્વાસ સંબંધી બીમારીઓ હોય છે. દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટીના ડેટા અનુસાર એપ્રિલના અંતિમ સપ્તાહના 7 માંથી 6 દિવસ સુધી દિલ્હીના 6 વિસ્તારમાં આ ઓઝોનનુ સુરક્ષિત સ્તરથી ઘણુ વધારે રહ્યુ. આ દિવસે તાપમાન પણ 43 થી 47 ડિગ્રી સુધી પહોંચી ગયુ હતુ, જ્યારે સરેરાશ સામાન્ય તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ હોય છે.
ડીપીસીસી અનુસાર ઓઝોનને 8 કલાકના હિસાબે માપવામાં આવે છે. આ દરમિયાન આ 100 માઈક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર થવુ જોઈએ પરંતુ દિલ્હીના જવાહર લાલ નેહરૂ સ્ટેડિયમ, કરણી સિંહ શૂટિંગ રેન્જ, નેહરુ નગર, મંદિર માર્ગ, આરકે પુરમ અને નરેલામાં એપ્રિલના અંતિમ સપ્તાહના 7 માંથી 6 દિવસ આ તેનાથી ઘણુ વધારે નોંધાયુ. ઔદ્યોગિક એરિયા મુંડકામાં 7 માં થી 5 દિવસ અને અરબિંદો માર્ગ પર 7 માં થી 3 દિવસે રેકોર્ડ તૂટ્યો. એચટી અનુસાર આંકડામાં જણાવવામાં આવ્યુ તો આ સપ્તાહ દરમિયાન સૌથી વધારે ઓઝોનનુ સ્તર નેહરૂ સ્ટેડિયમ વિસ્તારમાં નોંધાયુ. ત્યાં 199.8 માઈક્રોગ્રામ સુધી પહોંચી ગયુ.
સામાન્યથી લગભગ બેગણુ. કરણી સિંહ શૂટિંગ રેન્જમાં આ 188.4 માઈક્રોગ્રામ રહ્યુ. જો એક કલાકના હિસાબે જોઈએ તો આ બંને સ્થળ પર ઓઝોનનુ લેવલ ક્રમશ 251 અને 195.9 માઈક્રોગ્રામ રહ્યુ. લાજપત નગર નજીક નેહરૂ નગરમાં આ 238 માઈક્રોગ્રામ માપવામાં આવ્યુ. આ વધારાનુ પ્રમુખ કારણ હતુ વધુ ગરમી અને ટ્રાફિક. સેન્ટ્રલ પોલ્યૂશન કંટ્રોલ બોર્ડના એક લેબના પૂર્વ પ્રમુખ દીપાંકર સાહાએ એચટી ને જણાવ્યુ કે, ઓઝોનનુ સ્તર દિવસમાં તે સમયે સૌથી વધારે હોય છે, જ્યારે ઝડપી ગરમી હોય છે અને આકાશ સ્પષ્ટ રહે છે.
પ્રદૂષણ ઓછુ થવાથી સૂર્યના કિરણો વાતાવરણમાં અંદર સુધી પ્રવેશ કરી જાય છે અને નાઈટ્રોજનનુ ઓક્સાઈડ્સ સાથે મળીને ઓઝોન પેદા કરે છે. સાહાએ આશંકા વ્યક્ત કરી કે મે અને જૂન મહિનામાં ઓઝોનનુ લેવલ આનાથી પણ ઘણુ વધારે થઈ શકે છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટની ગયા વર્ષે થયેલી સ્ટડીથી જાણ થાય છે કે, દિલ્હીમાં ઓઝોન હવે આખુ વર્ષ ચાલનારી સમસ્યા બની ગયુ છે. પીએમ 2.5 અને પીએમ 10 જેવા પ્રદૂષણકારી તત્વ હવામાં ઓછા હોય ત્યારે પણ ઓઝોન આરોગ્ય માટે મોટુ જોખમ પેદા કરી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500