ભારતમાં અત્યારે ધીમે ધીમે વાતાવરણ ગરમ થવા લાગ્યુ છે. અને થોડા દિવસ પછી ગરમીથી બચવા જાતભાતના નુકસા અજમાવશે. જોરદાર ગરમી પછી લૂ પણ લાગવા માંડશે. પરંતુ જો તમે આ ગરમીથી બચવા માટે છત્રીનો ઉપયોગ કરતા હોવ તો આ છત્રી થોડી મજબુત રાખજો કારણ કે રસ્તા પર ચાલતા હોવ ત્યારે અચાનક તમારા પર કોઈ સ્પેશનો કચરો પડે. તમને આવી વાત સાંભળીને નવાઈ લાગશે, તમે વિચારી રહ્યા હશો કે આ આવુ શુ બોલી રહ્યો છે. પરંતુ આ વાત બિલકુલ સાચી છે.
સ્પેશમાથી થોડો નહી પણ ઘણો બધો કચરો પૃથ્વી પર આવી રહ્યો છે. એટલે કે જલ્દી આપણે આવી કબાડી કચરાના વરસાદનો સામનો કરવો પડશે. બ્રિટનની ટોપના વૈજ્ઞાનિકોમાના એક ગણી શકાય તેવા વૈજ્ઞાનિક ડૉ.ઈમોગન નાપ્પરે તેનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યુ કે સ્પેશમાથી આશરે 100 ખરબ કચરો પૃથ્વી તરફ આવી રહ્યો છે. તેમણે આ વિશે વધુ વાત કરતા કહ્યુ કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચે કેટલાય સેટેલાઈટ્સ થઈ ગયા છે.
આમાથી બે સેટેલાઈટ્સ વચ્ચે જોરદાર ટક્કર થઈ છે. આ ટક્કરથી કેટલાય અરબ કચરો સ્પેશમા ફેલાઈ ગયો હતો અને હવે તે પૃથ્વી તરફ આવી રહ્યો છે. તેને ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશને અંતરિક્ષની સફાઈના હેતુથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. જેને હવે આકાશમાથી પૃથ્વી તરફ આવતો જોઈ શકાય છે. ડૉ.નાપ્પેર અત્યારે રિસર્ચ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે સ્પેશમાં કચરાની સફાઈ કરવી ઘણી જરુરી હતી. ઘણીવાર તમે સાયનસ મુવીમાં જોયુ હશે કે, સ્પેશમાં આવો કચરો કેટલો ખતરનાક થઈ શકે છે. કોઈ રોકેટ સાથે ટકરાઈને દુર્ઘટનાને નિમંત્રણ આપે છે અને તેમા ખરેખર આવુ જ હોય છે. જેના કારણે સ્પેશમા સફાઈ કરવી અતિ આવશ્યક હોય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500