Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સમાજવાદી પાર્ટીનાં ઉમેદવાર અવધેશ પ્રસાદ ફૈઝાબાદ લોકસભા બેઠક પર જીત મેળવી

  • June 05, 2024 

સમાજવાદી પાર્ટીનાં ઉમેદવાર અવધેશ પ્રસાદે ફૈઝાબાદ લોકસભા બેઠક પર ભાજપના લલ્લુ સિંહને 54567 મતોથી હરાવી ભાજપને મોટો આંચકો આપ્યો છે. અવધેશ પ્રસાદને 554289 જ્યારે લલ્લુ સિંહને 499722 મતોથી હરાવ્યા છે. સિંહ અયોધ્યા જિલ્લામાં આવેલ ફૈઝાબાદ બેઠકના વર્તમાન સાંસદ હતાં. ભાજપ માટે આ બેઠક ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી કારણ કે ભાજપ 1990ના દાયકાથી રામ મંદિર નિર્માણની માંગ કરી હતી અને 2024માં ભાજપનું આ સ્વપ્ન પૂર્ણ થયું હતું.


રામ મંદિરના નિર્માણ છતાં ફૈઝાબાદમાં ભાજપનું હારી જવું એક મોટો આંચકો છે. પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રએ બારાબંકી અને હમિરપુરમાં 17 મે’ના રોજ જણાવ્યું હતું કે કોંગ્રેસ અને સપા સત્તામાં આવશે તો તે રામ મંદિર પર બુલડોઝર ફેરવશે. ઉલ્લેખનીય છે કે 22 જાન્યુઆરી, 2024નાં રોજ અયોધ્યાના રામ મંદિર રામ લલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યાં હતાં.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application