તાપી જિલ્લાના સખી સેન્ટર જનરલ હોસ્પિટલ કેમ્પસ- વ્યારા ખાતે તાજેતરમાં પનિયારી ગામના સરપંચ શ્રી જયેશભાઈ ગામીત દ્વારા એક ભૂલા પડેલા મહિલાને સખી વનસ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા. જયેશભાઇના જણાવ્યા મુજબ પનિયારી ગામમાં એક મહિલા એકલા બેસી રહ્યા હતા. આ ભુલા પડેલા મહિલાને પૂછતાં તેમનું નામ, સરનામું કઈ પણ જાણવામાં ન આવતા તથા મહિલાને આશ્રય અને કાઉન્સિલિંગની જરૂરિયાત જણાતા મહિલાને સખી સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા.
સખીવન સ્ટોપ સેન્ટર વ્યારા ખાતે વિખુટા પડેલ મહિલાને આશ્રય આપવામાં આવ્યો હતો અને સેન્ટર દ્વારા તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. મહિલાનું કાઉન્સિલિંગ કરતા ગામનું નામ જણાવા મળ્યું હતું.જેથી સેન્ટરના કેન્દ્ર સંચાલક અમિતાબેન ગામીત અને દક્ષાબેન ઓડ દ્વારા મહિલાએ જણાવેલ ગામના સરપંચશ્રીનો સંપર્ક કરી મહિલાનું નામ અને તેમનો ફોટો whatsapp દ્વારા મોકલાવવામાં આવ્યો હતો અને તપાસ કરતા તેઓનાં ભાઈનો સંપર્ક નંબર મળતા તેમના ભાઈને ટેલિફોનિક સંપર્ક કરી મહિલાએ જણાવેલ નામ અને પ્રાથમિક માહિતી આપતા મહિલા તેમના બહેન છે તેમ જાણવા મળ્યું હતું.
પરિવારને જરૂરી આધાર પુરાવા સાથે મહિલાને લેવા સખીવન સ્ટોપ સેન્ટર ખાતે બોલાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ મહિલાએ તેમના ભાઈ હોવાની ઓળખાણ આપી ખાત્રી કરી હતી.તેમજ ભાઈનો આધારકાર્ડ સેન્ટરના કેન્દ્ર સંચાલક દક્ષાબેન ઓડ અને કેસ વર્કર ચેતનભાઇ પટેલ દ્વારા ખરાઈ કરવામાં આવી હતી. તમામ નિવેદન લીધા બાદ આશ્રિત મહિલાનો કબજો તેમના ભાઈને સોંપવામાં આવ્યો હતો.
આમ તાપી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અને દહેજ પ્રતિબંધક સહ અધિકારીના સતત માર્ગદર્શન હેઠળ આશ્રિત મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવી મહિલાને સહીસલામત તેમના પરિવારજનો સાથે ભેટ કરાવી હતી. જેથી આશ્રિત મહિલાના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મહિલાના પરિવારજનોએ સેન્ટર ખાતે તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડવા બદલ સખીવન સ્ટોપ સેન્ટર તથા ભૂલા પડેલ મહિલાને સેન્ટર ખાતે લઈ જવા બદલ પનીયારી ગામના સરપંચનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500