છત્તીસગઢનાં જાંજગીર-ચાંપા જિલ્લામાં સવારે એક ભયંકર અકસ્માત થયો હતો. લગ્નથી પરફ ફરી રહેલી કારણે એક ટ્રકે ટક્કર મારી હતી, જેમાં દુલ્હા અને દુલ્હન સહિત 5 લોકોના મોત થયા હતા. કાર રામગઢથી અકલતરા તરફ જઈ રહી હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળે આસપાસના લોકોની મદદથી ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત કારમાંથી ઘાયલોને બહાર કાઢી તરત જ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તમામ 5 લોકોને મૃત જાહેર કર્યા હતા. બનવાની વુગ્ત એવી છે કે, આજે વહેલી સવારે 5:00 વાગ્યાની આસપાસ પકરિયા જંગલમાં ચંડી દેવી મંદિરની પાસે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે કારને ટક્કર મારી હતી.
અકસ્માત એટલો ભયંકર હતો કે, કારના ટુકડા થઇ ગયા હતા. ટ્રક અને કારની ટક્કરનો અવાજ સાંભળીને લોકો અકસ્માત સ્થળ તરફ દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા ઘાયલ લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને જાણ કરવામાં આવી, જેઓ દરેકને સ્થાનિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા. ડોકટરોએ તમામ ઘાયલોને મૃત જાહેર કર્યા હતા. આ પછી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. જયારે મૃતકો લગ્નમાં હાજરી આપીને બાલોદા પરત ફરી રહ્યા હતા. ટક્કર બાદ ટ્રક ડ્રાઈવર વાહન મુકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
આ ભયાનક અકસ્માતના સમાચાર મળતા જ દુલ્હા-દુલ્હનના પરિવારજનોમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. જ્યાં ગઈકાલ સુધી લગ્નના ગીતો વાગી રહ્યા હતા ત્યાં થોડી જ વારમાં મૌન છવાઈ ગયું હતું. બાલોડાના રહેવાસી શુભમ સોની અને શિવનારાયણની રહેવાસી નેહાના ગઈકાલે રાત્રે જ લગ્ન થયા હતા. શુભમ આજે સવારે દુલ્હનને વિદાય કરીને કારમાં પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. કારમાં દુલ્હા-દુલ્હન ઉપરાંત પરિવારના વધુ 3 સભ્યો બેઠા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500