સચીન જીઆઈડીસી રોડ નં-૨ પ્લોટ નં-૨૨૦૪ના ગોડાઉનમાં ગઈકાલે પોલીસે બાતમીના આધારે રેડ પાડી બુટલેગર રાકેશ વાછાણી દ્વારા થર્ટી ફસ્ટ માટે સંગ્રહ કરવામાં આવેલ રૂપિયા ૧.૫૦ લાખની કિંમતનો અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂનો જથ્થો કબજે કરી બુટલેગરની ધરપકડ કરી છે.
સચીન જીઆઈડીસી પોલીસના જણાવ્યા મુજબ પીઆઈ એમ.વી.તડવીની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વલન્સ સ્ટાફના માણસો ગઈકાલે આગામી તા ૩૧મી ડીસેમ્બર અનુસંધાને પ્રોહીબીશન અને જુગારની પ્રવુ્તિઓ ઉપર વોચ રાખવા પેટ્રોલીંગમાં હતા તે વખતે હેડ કોન્સ્ટેબલ પંકજ સુરેશચંદ્ર અને ભગવાન પ્રકાશરાવે મળેલી બાતમીના આધારે સચીન જીઆઈડીસી રોડ નં-૨ પ્લોટ નં-૨૨૦૪માં આવેલા ગોડાઉનમાં રેડ પાડી હતી જેમાં તપાસ દરમિયાન ગોડાઉનમાંથી અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની ૭૫૦ મી.લીની બોટલ નંગ- ૨૫૧ જેની કિંમત રૂપિયા ૧,૫૦,૧૫૦નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને ગોડાઉનમાંથી બુટલેગર રાકેશ ધનજી વાછાણી (ઉ.વ.૩૨.રહે, ક્રિષ્ણા રો હાઉસ ગુ.હા,બોર્ડ સચીન, મૂળ જુનાગઢ ભેસાણ)ને ઝડપી પાડ્યો હતો. રાકેશ વાછાણીએ આગામી તા ૩૧ ડિસેમ્બર થર્ટી ફસ્ટને લઈને ઈંગ્લીશ દારુનો જથ્થો સંગ્રહ કર્યો હતો.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500