ગુજરાતમાં હાર્ટએટેકના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકારે યુવાનોમાં આવી રહેલા હાર્ટએટેક અને તેનાથી થતાં મોતને લઈને નિષ્ણાંત ડોક્ટરોની એક કમિટી રચી છે. ત્યારે હિંમતનગર-વિજાપુર હાઈવે પર પાટણ-લુણાવાડા એસ.ટી. બસના ચાલકને અચાનક હાર્ટ એટેક આવતાં તેણે પોતાની સુઝબુઝથી બસને સાઈડમાં ઉભી કરી દેતાં મુસાફરોનો જીવ બચી ગયો હતો. લોકોએ ડ્રાઈવરને 108 બોલાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
હાલમાં ડ્રાઈવરની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ ભરૂચમાં માત્ર 10 વર્ષની બાળકીને હાર્ટ એટેક આવતાં તેનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ભરૂચમાં ધોરણ ચારમાં ભણતી દિયાંશી કપલેટીયાને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ પરિવાર તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. તે ઉપરાંત ભરૂચમાં આજે ચાર વ્યક્તિઓને હાર્ટ એટેક આવ્યા હતાં જેમાંથી ત્રણ લોકોના મોત થયાં છે અને એકની સારવાર ચાલુ છે. રાજકોટમાં પણ વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકને કારણે મોત નિપજ્યું છે. 52 વર્ષિય હિતેષ ભટ્ટી નામના વ્યક્તિનું મોત થયું હોવાની વિગતો સામે આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application