મોટી જાનહાનિ થઈ છે, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી, જ્યારે વરિષ્ઠ પ્રધાનો અને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા છે, જ્યારે સ્થાનિક પ્રશાસન, એનડીઆરએફ અને એસડીઆરફની ટીમને તહેનાત કરવામાં આવી છે.
ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશ સહિત પહાડી રાજ્યમાં સૌથી વધુ નુકસાન થયું છે. હિમાચલમાં 24 કલાકમાં વરસાદને કારણે ભૂસ્ખલન, વાદળ ફાટવા, ઘર/વૃક્ષો ધરાશાયી થવાની સાથે વીજળી પડવાને કારણે 40 લોકોનાં મોત થયા છે, જેમાં એકલા હિમાચલમાં 17 જણનાં મોત થયા છે.
પ્રાથમિક અંદાજ અનુસાર હિમાચલ પ્રદેશમાં 3,000થી લઈને ચાર હજાર કરોડ રુપિયાનું નુકસાન થયું છે, જેમાં રસ્તા, વીજળીના ટ્રાન્સફોર્મર સહિત પાણીની પાઈપલાઈમાં ભંગાણ પડ્યું છે, તેનાથી સ્થાનિક જનજીવન પર અસર પડી છે. હિમાચલ પ્રદેશ સિવાય યુપીમાં આઠ, ઉત્તરાખંડમાં છ, દિલ્હીમાં ત્રણ અને જમ્મુ કાશ્મીર, હરિયાણા અને પંજાબમાં બબ્બે જણનાં મોત થયા છે.
હિમાચલ પ્રદેશમાં મંડીમાં બ્યાસ નદીના આવેલા પૂરને કારણે 40 વર્ષ જૂનો પુલ ધોવાઈ ગયો હતો, જ્યારે દિલ્હીમાં 41 વર્ષ પછી એક દિવસમાં 153 મિલિમીટર વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે રોડ, રેલ અને હવાઈ સેવા પર અસર પડી હતી, જેમાં 17 ટ્રેન રદ કરવાથી સાથે 12 ટ્રેનને ડાઈવર્ટ કરવામાં આવી હતી.
દિલ્હીમાં સોમવારે સાંજે સાડા પાંચ વાગ્યાના સુમારે યમુના નદીનું પાણીનું સ્તર જોખમી સપાટી ક્રોસ કરી નાખી હતી, જ્યારે હિમાચલમાં પણ નદીઓ જોખમી સપાટી પર વહી રહી હોવાથી નાગરિકોને સતર્ક રહેવાનો સરકારે આદેશ આપ્યો છે. હિમાચલમાં ચમોલી અને ચંદીગઢમાં 12મી જુલાઈ સુધી સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે, જ્યારે દિલ્હી અને જમ્મુ કાશ્મીરના રાજ્યપાલના સંપર્કમાં છે. પરિસ્થિતિની સમીક્ષા કરીને પંજાબ અને હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાનના સંપર્ક કરવામાં આવ્યો છે.દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને અન્ય રાજ્યમાં વરસાદ સંબંધિત જાનહાનિ માટે દુખ વ્યક્ત કર્યું હતું. જીવ ગુમાવનારા લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કર્યું હતું, જ્યારે ઈજાગ્રસ્ત થયેલા લોકોને ઝડપથી સાજા થવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500