Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાંસદા નેશનલ પાર્કનાં આર.એફ.ઓ. સુનીલ દેસાઈનું હૃદય રોગનો હુમલો આવતાં મોત

  • March 27, 2023 

નવસારી જિલ્લાનાં વાંસદ નેશનલ પાર્કનાં આર.એફ.ઓ અને યુવા અધિકારી સુનીલ દેસાઈને હૃદયરોગનો હુમલો આવતા મોત નીપજ્યું. ડાંગ જિલ્લાનાં દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકનાં વાંસદા નેશનલ પાર્કનાં આર.એફ.ઓ. સુનીલ દેસાઈ ઘરેથી વઘઇ ઓફીસ અર્થે જઈ રહ્યા હતા. તે દરમિયાન તેમને અચાનક હ્દય રોગનો હુમલો પોતાના ઘર નજીક જ આવતા સારવાર અર્થે હોસ્પિટલમાં પહોંચે તે પહેલાંજ તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જોકે 35 વર્ષીય યુવા અધિકારીને હૃદયરોગના હુમલાની ખબર મળતા જ ડાંગ જિલ્લાનાં વન વિભાગમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે યુવા આર.એફ.ઓ.નું અકાળે અવસાન થતાં પરીવાર ઉપર આભ તૂટી પડયું હતું. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application