Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં કોવિડ-૧૯ સંદર્ભે પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ

  • June 11, 2021 

સમગ્ર દેશમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ની અસરને ઘ્યાને લેતા ભારત સરકારના ગૃહ મંત્રાલયનાં તા.૨૯/૦૪/૨૦૨૧ના હુકમથી કન્ટેન્મેન્ટ ઝોન અને કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર જરૂરી નિયમોની અમલવારી સારૂ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા પણ કોરોના વાયરસની ગંભીરતાને ઘ્યાને લેતા કોવિડ-૧૯ના સંક્રમણને રોકવા માટે કેટલીક પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણો મુકી નવી માર્ગદર્શિકાઓ બહાર પાડેલ છે. કલેક્ટર આર.જે.હાલાણીએ પણ કોરોનાને કાબુ કરવા માટે કેટલાક માર્ગદર્શિકાઓ તથા પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.

 

 

 

 

નવી માર્ગદર્શિકાઓ મુજબ હવે જીમ ૫૦ ટકા ક્ષમતા સાથે તથા જાહેર જનતા માટે જાહેર બાગ-બગીચા સવારે 6 થી સાંજે 7 વાગ્યા સુધી કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે S.O.P.ને આધિન ચાલુ રાખી શકાશે. લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઈ યથાવત રહેશે.

 

 

 

 

અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૨૦ વ્યક્તિઓની મંજૂરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજીક (જેમ કે બેસણું), ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા જાહેર જનતા માટે ધાર્મિક સ્થાનો ૫૦ વ્યક્તિઓની મર્યાદામાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે એસ.ઓ.પી.ને આધિન ખોલી શકાશે. IELTS તથા TOEFEL જેવી પરીક્ષાઓ અને વાંચનાલયો ૫૦ ટકા ક્ષમતા સાથે કોરોનાને લગતી તમામ નિયમોને આધિન રહેશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૬૦ ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. જિલ્લામાં પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સ્પોર્ટ્સ સ્ટેડીયમ, સંકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે.

 

 

 

 

અઠવાડિક ગુજરી/બજાર/હાટ, તમામ શૈક્ષણિક સંસ્થા, કોચિંગ સેન્ટરો, શૈક્ષણિક કાર્યક્રમો, સિનેમા થિયેટરો, ઓડિટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક,  મનોરંજક સ્થળો, સ્પા, સ્વિમીંગ પુલ બંધ રહેશે. અન્ય રાજ્યોમાંથી તાપી જિલ્લામાં પ્રવેશ કરતાં મુસાફરોને RTPCR Test સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું તેમજ કોવીડ-૧૯ સંબંધિત અન્ય માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

 

 

 

 

આ જાહેરનામું તા.૨૬/૦૬/૨૦૨૧ સુધી અમલમાં રહેશે. જે સમગ્ર તાપી જિલ્લાના વિસ્તારને લાગુ ૫ડશે. આ સમય દરમ્યાન ભારત સરકાર તથા ગુજરાત સરકાર ઘ્વારા પ્રસિઘ્ઘ કરવામાં આવતી તમામ સુચનાઓ તથા તે અંતર્ગત બહાર પાડવામાં આવતી તમામ S.O.P.ની ચુસ્ત૫ણે અમલવારી કરવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ધ એપેડેમિક ડિસીઝ એક્ટ ૧૮૯૭ અન્વયે ધ ગુજરાત એપેડિમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન ૨૦૨૦ની જોગવાઈઓ, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ અને ૧૩૯ મુજબ તથા ઈ.પી.કો. કલમ-૧૮૮ મુજબ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૬૦ની જોગવાઈઓ મુજબ સજાને પાત્ર થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application