Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુણસદા, ખાંજર, ખેરવાડા અને ભીમપુરામાં દેશીદારૂ અને ઈંગ્લીશ દારૂનું વેચાણ કરનારાઓ સામે કાર્યવાહી

  • June 09, 2021 

સોનગઢ તાલુકાના ગ્રામ્ય એરિયા દેશીદારૂ અને ઈંગ્લીશ દારૂનું વેચાણ કરતા બુટલેગર સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

ખાંજર ગામમાં દરોડા

સોનગઢ પોલીસ સ્ટાફના માણસો સોમવારે સાંજે ખાનગી વાહનમાં બેસી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાંજર ગામના દાદરી ફળિયા માંથી ઘરની પજારીના ભાગેથી દેશીદારૂ બનાવવા માટેનું ગોળ મહુડાનું રસાયણ અને દેશીદારૂ મુદ્દામાલ સાથે હિતેશભાઈ રામજીભાઈ ગામીત નામના શખ્સને પોલીસની રેઈડમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

 

 

ખેરવાડા ગામમાં દરોડા

સોનગઢ પોલીસ સ્ટાફના માણસો સોમવારે સાંજે ખાનગી વાહનમાં બેસી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખેરવાડા ગામના જાત્રા ફળીયામાંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે રૂમસીભાઈ ડુંગરીયાભાઈ વસાવાને પોલીસની રેઈડમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

 

 

ભીમપુરા માંથી દારૂની બાટલીઓ સાથે મહિલા પકડાઈ

જીલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો સોમવારે રાત્રે ખાનગી વાહનમાં બેસી ઉકાઈ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ભીમપુરા ગામના નિશાળ ફળીયામાંથી એક દુકાનમાં તપાસ કરતા ઈંગ્લીશ દારૂની કુલ બાટલીઓ નંગ 6 ના પ્રોહી મુદ્દામાલ સાથે દુકાનદાર મહિલા અનીતાબેન રાજુભાઈ ગામીતને એલસીબી પોલીસની રેઈડમાં ઝડપી પાડવામાં આવી હતી.

 

 

 

 

ગુણસદા ગામે બે જુદાજુદા સ્થળો પર પોલીસના દરોડા

ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો સોમવારે સાંજે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પ્રોહી અંગેની રેઈડમાં નીકળ્યા હતા. તે દરમિયાન પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે ગુણસદા ગામના બંગલી ફળીયામાં દેશીદારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી પર રેઇડ કરી હતી રેઇડ દરમિયાન પોલીસે ભઠ્ઠીના સાધનો અને ગોળ મહુડાનું ઠંડુ અને ગરમ આશરે 20 લીટર જેટલુ રસાયણ તેમજ દેશીદારૂના મુદ્દામાલ સાથે પીનલબેન દીપકભાઈ ગામીત નામની મહિલાને ઝડપી પાડવામાં આવી હતી. જયારે બીજા બનાવમાં બંગલી ફળીયામાંથી જ સુગંધી દેશીદારૂ સંતરાની કુલ બાટલીઓ નંગ 55 નો પ્રોહી મુદ્દામાલ સાથે અજીતભાઈ ઈંદિયાભાઈ ગામીતને પોલીસની રેઈડમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

 

 

બનાવ અંગે પોલીસકર્મીની ફરિયાદના આધારે પોલીસની જુદીજુદી રેઈડમાં દેશીદારૂના મુદ્દામાલ સાથે ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application