Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજે ‘મન કી બાત’ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીએ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો અને પહલગામનાં પીડિત પરિવારોને ન્યાય અપાવવાની ખાતરી પણ આપી

  • April 27, 2025 

તારીખ 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના 'મન કી બાત કાર્યક્રમ' માં ફરી એકવાર આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો અને પહલગામના પીડિત પરિવારોને ન્યાય અપાવવાની ખાતરી પણ આપી. પહલગામ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોદીએ કહ્યું કે, ‘આજે જ્યારે હું તમારી સાથે ‘મન કી બાત’ વિશે વાત કરી રહ્યો છું, ત્યારે મારા હૃદયમાં પીડા છે. 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલી આતંકવાદી ઘટનાએ દેશના દરેક નાગરિકને દુઃખી કર્યો છે. દરેક ભારતીયને પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સહાનુભૂતિ છે. ભલે તે ગમે તે રાજ્યનો હોય કે ગમે તે ભાષા બોલતો હોય, દરેક ભારતીય આ હુમલામાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓનું દુઃખ અનુભવી રહ્યો છે.


આતંકવાદી હુમલાની તસવીરો જોઈને મને લાગે છે કે દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે. નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘પહલગામમાં થયેલો આતંકવાદી હુમલો તેમની કાયરતા દર્શાવે છે. એવા સમયે જ્યારે કાશ્મીરમાં શાંતિ પાછી ફરી રહી હતી, શાળાઓ અને કોલેજો પ્રવૃત્તિઓથી ધમધમી રહી હતી, લોકશાહી મજબૂત થઈ રહી હતી, પર્યટન વધી રહ્યું હતું અને યુવાનો માટે નવી તકો ઉભી થઈ રહી હતી. પરંતુ જમ્મુ અને કાશ્મીર અને દેશના દુશ્મનોને આ ગમ્યું નહીં. આતંકવાદીઓ ફરી એકવાર કાશ્મીરનો નાશ કરવા માંગે છે.'


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કરતા કહ્યું, ‘દરેક વ્યક્તિએ આ જઘન્ય આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આતંકવાદ સામેની આપણી લડાઈમાં આખું વિશ્વ, 140 કરોડ ભારતીયોની સાથે ઉભું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'વૈશ્વિક નેતાઓએ મને ફોન કર્યો, પત્રો લખ્યા, સંદેશા મોકલ્યા. બધાએ આ જઘન્ય આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે. આતંકવાદ સામેની આપણી લડાઈમાં આખી દુનિયા, 1.4 અબજ ભારતીયોની સાથે ઉભી છે. ફરી એકવાર હું પીડિત પરિવારોને ખાતરી આપું છું કે તેમને ન્યાય મળશે. આ હુમલાના કાવતરાખોરો અને ગુનેગારોને કઠોર સજા મળશે.'




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application