વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વમાં લોકપ્રિય નેતા બની ગયા છે. તેમણે વિશ્વભરના ૧૩ નેતાઓને હરાવીને આ લોકપ્રિયતા મેળવી છે. સર્વે અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, રશિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રાઝિલ, ફ્રાન્સ અને જર્મની સહિત ૧૩ દેશોના નેતાઓ કરતા વધારે છે. આ સર્વે અમેરિકામાં વૈશ્વિક નેતા મંજૂરી ટ્રેકર મોનગ કન્સલ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં મોદીને ૭૦% માર્ક્સ મળ્યા છે. આ સર્વેનો ડેટા દર અઠવાડિયે અપડેટ કરવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોર, ઇટાલીના વડાપ્રધાન મારિયો ડ્રેગી, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ, યુએસ પ્રમુખ જો બિડેન, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્ડો, યુકેના વડા પ્રધાન બોરિસ જોન્સન અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ જોસ્રોન આ નેતાઓના આગળ આવી ગયા છે. દરમિયાન, પુખ્ત વયના લોકોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સર્વે અનુસાર સૌથી ઓછી છે. ભારતમાં ૨૫ ટકા પુખ્ત વયના લોકોએ મોદીને નકારી કાઢયા હતા. મોનગ કન્સલ્ટ મુજબ, ગયા અઠવાડિયે સર્વે કરાયેલા વિશ્વના તેર નેતાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ ક્રમે હતા. આ વર્ષે જૂનમાં તેનો સ્કોર ઘટીને ૬૬ ટકા થઈ ગયો હતો. દરમિયાન ઓગસ્ટ-૨૦૧૯માં, મોદીનો સ્કોર ૮૨ ટકા જેટલો ઉચો હતો. પરંતુ છેલ્લા બે વર્ષમાં ઘટાડો જોવા મળ્યો છે.
મોનગ કન્સલ્ટની માલિકીની પોલિટિકલ ઇન્ટેલિજન્સ, ચૂંટણી, ચૂંટાયેલા ઉમેદવારો અને મતદાનના મુદ્દાઓ પર રીઅલ-ટાઇમ મતદાન ડેટા પૂરો પાડે છે. મોનગ કન્સલ્ટ વૈશ્વિક સ્તરે ૧૧,૦૦૦થી વધુ ઇન્ટરવ્યુ લે છે અને રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે યુનાઇટેડ સ્ટેટ્સમાં ૫,૦૦૦ નોંધાયેલા મતદારોના ઇન્ટરવ્યુ લે છે. તેથી, ભારતમાં, સર્વેમાં ભાગ લેનારા લોકો સાથે ઓનલાઇનઠ ઇન્ટરવ્યુ લેવામાં આવે છે. આ સર્વે દરેક દેશમાં વય, લિંગ, પ્રદેશ, શિક્ષણ અને સત્તાવાર સરકારી સ્ત્રોત આધારિત છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500