વિશ્વના અન્ય નેતાઓ આ બાબતમાં તેમનાથી ઘણા પાછળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચેનલ પર પોસ્ટ કરવામાં આવતા વીડિયોના વ્યૂઝની સંખ્યા 4.5 અબજથી વધુ છે. આ સંખ્યા વિશ્વના અન્ય નેતાઓના વ્યૂઝ કરતા ઘણી વધારે છે. વૈશ્વિક નેતાઓની વાત કરવામાં આવે તો સબ્સક્રાઇબર્સની સંખ્યાની બાબતમાં મોદી પછી બ્રાઝીલના પ્રમુખ જૈર બોલસોનારોનો નંબર આવે છે. તેમના સબ્સક્રાઇબર્સની સંખ્યા 64 લાખ છે.
વ્યૂઝની બાબતમાં મોદી પછી યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીનો નંબર આવે છે. તેમની ચેનલના વ્યૂઝની સંખ્યા 22.4 કરોડ છે. અમેરિકાના પ્રમુખ જો બાઇડેનના 7.89 લાખ સબ્સક્રાઇબર છે જ્યારે તુર્કીના પ્રમુખ અર્દોગનના 3.16 લાખ સબ્સક્રાઇબર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંકળાયેલ અન્ય એક ચેનલ યોગા વીથ નરેન્દ્ર મોદીનાં સબ્સક્રાઇબર્સની સંખ્યા પણ 79,000થી વધુ છે. પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની યુટયુબ ચેનલના સબ્સક્રાઇબર્સની સંખ્યા 35 લાખ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2007માં યુટયુબ ચેનલની રચના કરી હતી જ્યારે તે ગુજરાતના મુખ્યપ્રધાન હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application