Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત પોલીસનુ ગૌરવ : ચાર મહિલા પોલીસ કર્મીઓએ વિવિધ રમતોમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરી એવોર્ડ મેળવ્યો

  • May 22, 2023 

સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરની સુચનાથી તથા નાયબ પો.કમિ.શ્રીમતિ  સરોજ કુમારીના  માર્ગદર્શન તેમજ સહયોગ હેઠળ વિવિધ ગેમ્સમાં ભાગ લઈ ડિસ્ટ્રીક્ટ,  સ્ટેટ તથા નેશનલ લેવલની સ્પર્ધાઓમાં ભાગ લેવાની પ્રેરણા મેળવીને ઉતકૃષ્ટ પ્રદર્શન કરી વિવિધ ઈનામો, મેડલો તથા ટ્રોફીઓ મેળવીને સુરત શહેરમાં ફરજ બજાવતી ૪ મહિલા પોલીસ કર્મચારીઓએ  સુરત શહેર પોલીસ તેમજ ગુજરાત પોલીસનું નામ રોશન કર્યુ છે.


(૧) સુરત શહેર પોલીસ મુખ્ય મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન દિલીપભાઇ વસાવા બ.નં. ૪૪૪ નાઓ દ્વારા તા. ૧૨/૦૫/૨૦૨૩ થી તા. ૧૪/૦૫/૨૦૨૩ સુધી અંદાવન આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ , તીરૂચિરાપલ્લી , તામિલનાડુ ખાતે આયોજીત નેશનલ પાવરલિફ્ટીંગ ચેમ્પીયનશીપન ૨૦૨૩ માં ૮૪+ માસ્ટર -૧ માં ફુલ પાવરલિફ્ટીંગ બ્રોન્ઝ મેડલ  સાથે ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે અને સુરત શહેર પોલીસ તથા ગુજરાત પોલીસનું નામ ભારતભરમાં રોશન કરેલ છે. આ અગાઉ પણ રેખાબેન દિલીપભાઇ વસાવા નાઓ દ્વારા “સ્ટેટ પાવરલિફ્ટીંગ  ચેમ્પીયનશીપ ૨૦૨૩, સ્પોર્ટસ એસોસિએશન ઓફ સુરત ડીસ્ટ્રીક્ટ  પાવરલિફ્ટીંગ ચેમ્પીયનશીપ ૨૦૨૩ , જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈ મેડલ જીતેલ છે.



(૨) આ સાથે પોલીસ મુખ્ય મથકમાં ફરજ બજાવતા નિલમકુમારી રામપ્રસાદ મિશ્રા બ.નં. ૧૯૩ નાઓ દ્વારા પણ પાવરલિફ્ટીંગ તથા આર્મ રેસ્લીંગમાં અલગ અલગ ઇનામો તથા ટ્રોફી પ્રાપ્ત કરેલ છે. તા. ૧૨/૦૫/૨૦૨૩ થી તા. ૧૪/૦૫/૨૦૨૩ સુધી અંદાવન આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ , તીરૂચિરાપલ્લી , તામિલનાડુ ખાતે આયોજીત નેશનલ પાવરલિફ્ટીંગ ચેમ્પીયનશીપન ૨૦૨૩ માં -૬૩ કે.જી. વુમન સિનીયરમાં ફુલ પાવરલિફ્ટીંગ તથા બેન્ચપ્રેસમાં  પ્રમાણપત્ર મેળવેલ છે. “સ્ટેટ પાવરલિફ્ટીંગ ચેમ્પીયનશીપ-૨૦૨૩” , “સ્ટેટ સ્ટ્રેન્થ લીફ્ટીંગ ચેમ્પીયનશીપ-૨૦૨૩”, “ગુજરાત સ્ટેટ આર્મ રેસ્લીંગ ચેમ્પિયનશીપ-૨૦૨૩, “ગુજરાત સ્ટેટ ડેડલીફ્ટ ચેમ્પિયનશીપ-૨૦૨૩”, “ઓપન ઇન્ટરનેશનલ સ્ટ્રેન્થ લીફ્ટીંગ અને ઇન્કાલાયન બેન્ચપ્રેસ-૨૦૨૩” અંતર્ગત કાઠમાંડુ, નેપાળ ખાતે વેઇટ કેટેગરી ૬૫- માં પ્રમાણપત્ર મેળવેલ છે.



(૩)સુરત શહેર પોલીસ મુખ્ય મથક માં ફરજ બજાવતા અન્ય મહિલા પોલીસ લોક રક્ષક  ભુમિ હરજીભાઈ તલસાણીયા  બ.નં. ૫૩૫ પાવર લિફ્ટીંગ તથા કબડ્ડી  અલગ અલગ ઇનામો તથા ટ્રોફી પ્રાપ્ત કરેલ છે. ગુજરાત સ્ટેટ પાવરલિફ્ટીંગ ચેમ્પિયનશીપ ૨૦૨૩ ના રોજ વડોદરા ખાતે તા.૧૮.૧૯/૨/૨૦૨૩ અંતર્ગત પાવરલિફ્ટીંગ મા ડેડલીફ્ટ સિલ્વર મેડલ, બેંચ પ્રેસ સિલ્વર મેડલ , ક્વાર્ટર સિલ્વર મેડલ મેળવેલ છે આ સાથે  “ગુજરાત સ્ટેટ ડેડલીફ્ટ ચેમ્પિયનશીપ-૨૦૨૩” અંતર્ગત ડીકેથ્લોન, અમદાવાદ,“ઓપન કબડ્ડી -૨૦૨૩” ગુજરાત સ્ટેટ પાવરલિફ્ટીંગ "ચેમ્પિયનશીપ ૨૦૨૩", ગુજરાત સ્ટેટ ડેડલીફ્ટ ચેમ્પિયનશીપ ૨૦૨૩ પ્રેસ સિલ્વર મેડલ મેળવેલ તથા ડેડલીફ્ટ મા ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ની ટ્રોફી મેળવેલ છે, ઔરંગાબાદ, મહારાષ્ટ્ર ખાતે તા.૧૫/૦૧/૨૦૨૩ થી તા.૨૦/૦૧/૨૦૨૩ દરમ્યાન પાવરલિફ્ટીંગ "ચેમ્પિયનશીપ-૨૦૨૩,ઓપન સૌરાષ્ટ્ર ક્લાસિક ડેડલીફ્ટ "ચેમ્પિયનશીપ ૨૦૨૩", સૂરત ડિસ્ટ્રિક્ટ ,પાવરલિફ્ટીંગ બેંચ પ્રેસ અને ડેડલીફ્ટ ચેમ્પિયનશીપ ૨૦૨૩ માં તા.૨૧/૧/૨૦૨૩ અંતર્ગત પાવરલિફ્ટીંગ મા ડેડલીફ્ટ ગોલ્ડ મેડલ , બેંચ પ્રેસ ગોલ્ડ મેડલ, ક્વાર્ટર ગોલ્ડ મેડલ મેળવેલ છે.




(૪) પોલીસ મુખ્ય મથકમાં ફરજ બજાવતા પ્રિતિબેન નાનજીબેન પટેલ. બ.નં- ૫૧૬ નાઓ દ્વારા કેરેલામાં યોજાયેલ ૯ મી નેશનલ ડ્રેગન બોટ એન્ડ ટ્રેડીશનલ સ્પોર્ટ્સ ચેમ્પીયનશીપ - ૨૦૨૨ માં પસંદગી પામેલ અને પટાયા થાયલેંડ ખાતે ૧૬ થી ૨૨ નવેમ્બર ૨૦૨૨ દરમીયાન યોજાયેલ ૧૪મી એશીયન ડ્રેગન બોટ ચેમ્પીયનશીપમાં ભારતની ટામમાં પસંદગી પામી પ્રથમ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ ભારત દેશ માટે ૨ કાસ્ય પદક જીતેલ. આ સાથે બિહાર ખાતે યોજાયેલ ૧૦ મી નેશનલ ડ્રેગન બોટ એન્ડ ટ્રેડીશનલ ચેમ્પીયનશીપ / ૧લી પેરા ડ્રેગનબોટ ઈંટ્રોડ્ક્શન રેસ ઇન ઈન્ડીયા ૨૦૨૨-૨૩,  બિહાર એંડ સીલેક્શન ટ્રાયલ ઓફ ટીમ ફોર ૧૬મી  IDBF ડ્રેગન બોટ વર્લ્ડ ચેમ્પીયનશીપ થાઈલેંડ & ૧૯મી એશીયન ગેમ્સ હોંગજાઈ, ચાઈના ૨૦૨૨-૨૩ ના સીલેક્શન પામી ગુજરાતની ટીમ તરફથી ઉતકૃષ્ટ પ્રદર્શન કરવામાં આવેલ અને સુરત શહેર પોલીસ તથા ગુજરાત પોલીસનું નામ રોશન કર્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application