Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઈ નજીક રાયગઢમાં પોલીસનાં બે ફેક્ટરી પર દરોડા, રૂપિયા 325 કરોડની કિંમતનો મેફેડ્રોનનો જથ્થો જપ્ત કરાયો

  • December 14, 2023 

મુંબઈ નજીક રાયગઢમાં ગત ચાર દિવસમાં પોલીસે બે ફેક્ટરી પર દરોડા પાડી રૂપિયા 325 કરોડની કિંમતનો મેફેડ્રોનનો જથ્થો જપ્ત કરતા ચકચાર જાગી છે. અગાઉ રૂપિયા 107 કરોડના મેફેડ્રોન મળી આવવાના કેસમાં પકડાયેલા આરોપીએ આપેલી માહિતીના આધારે વધુ રૂપિયા 218 કરોડનું મેફેડ્રોન કબજે કરવામાં આવ્યું હતું. આરોપીએ આપેલી માહિતીના આધારે હોનાડ ગામની ફેક્ટરી પર દરોડો પાડી 174 કિલોગ્રામ ડ્રગ જપ્ત કરાયું હતું. યુવા પેઢી નશીલા પદાર્થની લતમાં ગરકાવ થઈ રહી છે. મુંબઈ, રાયગઢ, નાશિક, પુણે, સિંધુદુર્ગ અને મહારાષ્ટ્રના અન્ય વિસ્તારમાં નશીલા પદાર્થનું વેચાણ વધી રહ્યું હોવાથી પોલીસ સતર્ક બની ગઈ છે.



પોલીસ સતત ડ્રગ ફેક્ટરી પર છાપો મારીને કરોડો રૂપિયાનો નશીલો પદાર્થ જપ્ત કરી રહી છે. રાયગઢના ખોપોલી નજીક ઢેકુ ગામમાં ગત અઠવાડિયે પોલીસે કેમિકલ કંપનીમાં માહિતીના આધારે દરોડો પાડયો હતો. ફેક્ટરીમાં ત્રણ ડ્રમમાંથી 85.2 કિલો મેફેડ્રોન મળ્યું હતું. પોલીસે આ કંપની સીલ કરી દીધી હતી. કંપનીમાંથી કમલ જેસવાણી (ઉ.વ.48), મલિન શેખ (ઉ.વ.45), એન્થોની કરીકુટ્ટીકરની ધરપકડ કરાઈ હતી.



તેમની સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિડ સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. આરોપીઓ પાસેથી અંદાજે રૂપિયા 107 કરોડનું મેફેડ્રોન મળ્યું હતું. માર્કેટમાં એક કિલો મેફેડ્રોનની કિંમત રૂપિયા 1.25 કરોડ છે. પોલીસે આરોપી એન્થોનીની પૂછપરછ કરી હતી. દરમિયાન તેણે વધુ મેફેડ્રોનની માહિતી આપી હતી. ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ પ્રવીણ પવારે જણાવ્યું હતું કે, આરોપી એન્થોનીએ આપેલી માહિતીના આધારે ખાલાપુરના હોનાડ ગામમાં એક ફેક્ટરી પર છાપો મારવામાં આવ્યો હતો. અહીં સાત બેરલમાંથી 174.5 કિલોગ્રામ મેફેડ્રોન રાખવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application