Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના ગામડાઓમાં દારૂના અડ્ડાઓ પર પોલીસની રેડ, બે મહિલાઓ સહિત ચાર સામે ગુનો નોંધાયો

  • June 19, 2021 

સોનગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા દારૂના અડ્ડા પર પોલીસે જુદીજુદી રેડ કરી હતી જેમાં દારૂની બાટલીઓ અને દેશીદારૂ સાથે ઝડપાયેલી બે મહિલા સહિત ચાર જણા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

મળતી માહિતી અનુસાર સોનગઢ પોલીસ સ્ટાફના માણસો શુક્રવારે મોડી સાંજે ખાનગી વાહનમાં બેસી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે તાલુકાના ત્રણ ગામોમાં જુદીજુદી રેડ કરી હતી જયારે એલસીબીએ એક રેડ કરી હતી.જેમાં વડપાડા ગામના કોકણી ફળીયામાંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે ધીરુભાઈ મગનભાઈ કોકણી નામના ઈસમને પોલીસની રેઈડમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

 

સોનગઢના ચીખલીભેંસરોટ ગામના ડુંગરી ફળીયામાંથી ઘરના રસોડાના ભાગે સંતાડેલી મુકલે ઈંગ્લીશ દારૂ સુગંધી સંતરાની બાટલીઓ નંગ 17 ના પ્રોહી મુદ્દામાલ સાથે બિપીનભાઈ ચીમનભાઈ ગામીતને પોલીસની રેઈડમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

 

સોનગઢના જેસિંગપુરા ટેકરા ફળીયામાંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે ગીતાબેન ગણેશભાઈ રાઠોડ નામની મહિલાને પોલીસની રેઈડમાં ઝડપી પાડવામાં આવી હતી.

 

 

 

સોનગઢના મેઢસિંગી ગામના પટેલ માંથી ફળીયામાંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે ગમનાબેન ઠાકોરભાઈ ગામીત નામની મહિલાને એલસીબી પોલીસની રેઈડમાં ઝડપી પાડવામાં આવી હતી.આમ ચાર જુદાજુદા બનાવોમાં દારૂના અડ્ડાઓ પર પોલીસ રેડ કરી હતી જેમાં દારૂની બાટલીઓ અને દેશીદારૂના મુદ્દામાલ સાથે ઝડપાયેલી બે મહિલાઓ સહિત કુલ ચાર જણા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application