ભરૂચ જિલ્લાના આમોદ પોલીસે સૂડીગામની સીમમાં આવેલા ગડેરિયા નાળા પાસે રૂપિયા 1.41 લાખથી વધુના દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય 2ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી. બનાવની વિગત એવી છે કે, આમોદ પોલીસ મથકનો સ્ટાફ થર્ટી ફસ્ટના અનુસંધાને પેટ્રોલિંગમા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, સૂડીગામની નવી નગરીમાં રહેતો બુટલેગર વિશાલ મનહર પાટણવાડિયા ગામની સીમમાં આવેલ ગડેરિયા નાળા પાસે મોટાપાયે વેપલો કરે છે.જે બાતમીના આધારે પોલીસે બાતમીવાળી સ્થળ પર રેડ કરી સ્થળ પરથી વિદેશી દારૂની કુલ 1414 બોટલ મળી આવી હતી જેની કીંમત રૂપિયા 1.14 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગર વિશાલ પાટણવાડિયાને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ વિદેશી દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતાં આ જથ્થો આમોદની ગુજરાત સોસાયટીમાં રહેતા બુટલેગર યુસુફ ઈસ્માઈલ તોરાબ અને વડોદરાના બુટલેગર પ્રભુ પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યુ હતું. આમ, પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application