Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચિલોડા-હિંમતનગર હાઇવે ઉપર ટ્રકનાં ચોરખાનામાંથી પોલીસને લાખો રૂપિયાનો દારૂ મળી આવ્યો, ટ્રક ચાલક સામે ગુનો દાખલ

  • August 12, 2023 

ગાંધીનગરનાં ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર ચંદ્રાલા પાસે ટ્રકમાં ચોરખાનું બનાવીને લઈ જવા હતા વિદેશી દારૂના મોટા જથ્થાના ઝડપી લીધો હતો. જોકે ચાલક કે કોઈ બુટલેગરો હાથમાં આવ્યા ન હતા. હાલ પોલીસે રૂપિયા 20.93 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ટ્રકનાં નંબરના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, ગાંધીનગર એલ.સી.બી.2ની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, હિંમતનગર તરફથી એક ટ્રકમાં વિદેશી દારૃનો જથ્થો ભરીને અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે તપાસ કરતા ચંદ્રાલા પાસે ટ્રક બિનવાસી હાલતમાં રોડ સાઈડમાં ઉભેલી મળી આવી હતી.



જેની અંદર તપાસ કરતા લોખંડનું પાર્ટીશન બનાવી ચોર ખાનામાં સંતાડવામાં આવેલી વિદેશી દારૂની 322 જેટલી પેટીઓ મળી આવી હતી. જેમાં પોલીસે તપાસ કરતાં 3864 બોટલ જોવા મળી હતી અને રૂપિયા 10.34 લાખના વિદેશી દારૂની સાથે ટ્રક તેમજ મોબાઇલ મળી 20.39 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે ટ્રકનો ચાલક કે કોઈ બુટલેગર હાથમાં નહીં આવતા હવે પોલીસે ટ્રકનાં નંબરના આધારે બુટલેગરની શોધખોળ શરૂ કરી છે. નોંધવું રહેશે કે પોલીસ બાતમીના આધારે ટ્રકને પકડવા પહોંચી તે પહેલા બુટલેગરોને ગંધ આવી જવાથી આ ટ્રક મૂકીને ભાગી જવામાં સફળ થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application