Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાંદેરમાં છેલ્લા બે વર્ષથી મહિલાની છેડતી કરનાર સામે પોલીસ ફરિયાદ

  • August 19, 2021 

રાંદેર વિસ્તારમાં નવયુગ કોલેજ પાસે રહેતા યુવકે છેલ્લા બે વર્ષથી સોસાયટીની મહિલાઓમાં નાકે દમ કરીને મૂકી દીધો હતો. સોસાયટીમાં રહેતી મહીલાઓ ઘરની બહાર નીકળતી એટલે આ હવસખોર યુવક તેણીને ઘુરી ઘૂરીને જોવાની સાથે તેણીના ફોટાઓ અને વિડીયો પણ ઉતારતો હતો. આ મામલે સ્થાનિક મહિલાઓએ અનેકવાર તેણીની પત્નીને પણ ફરિયાદ કરી હતી પરંતુ આ યુવક સુધારવાનું નામ લેતો ન હતો. જોકે ગતરોજ એક મહિલાએ બે વર્ષ બાદ હિમ્મત કરી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

બનાવની વિગત એવી છે કે રાંદેર નવયુગ કોલેજની સામે બોમ્બે કોલોનીમાં રહેતો ૨૬ વર્ષીય સનિ સુરેશભાઇ વસાવા સોસાયટીની બહાર જ ઈંડાની લારી ચલાવતો હતો. બોમ્બે કોલોનીમાં રહેતી દરેક મહિલાઓ પર સુરેશ દાનત બગાડતો હતો અને મહિલાઓને ઘુરી ઘૂરીને જોયા કરતો હતો. છેલ્લા બે વર્ષથી સુરેશે મહિલાઓને સોસાયટીમાંથી બહાર નીકળવાનું હરામ કરી નાખ્યું હતું. મહિલાઓ સોસાયટીની બહાર જાય ઍટલે તેમની પાછળ પાછળ જઇ તેણીને હેરાન પરેશાન કરતો હતો. આ મામલે ગતરોજ બોમ્બે કોલોનીમાં જ રહેતી ૩૦ વર્ષીય પરિણીતાએ હિમ્મત કરી રાંદેર પોલીસ ચોકીમાં સની સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી સુરેશ તેણીને હેરાન પરેશાન કરતો હતો. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે જે પરિણીતા પોતાના ઘરની સામે આવેલ ઍસઍમસીના જાહેર શૌચાલયમાં જાય ત્યારે તે તેની પાછળ અંદર ઘુસી જતો હતો.

 

 

 

 

આ ઉપરાંત પરિણીતા ડાયમંડ ખાતામાં મજૂરી કામ કરતી ત્યાં પણ તે હેરાન કરવા આવતો હતો. પરિણીતા ઘરની બહાર નીકળે ત્યારે પણ તે તેણીની સાથે આવી ફોટા પાડી વિડીયો ઉતારી હેરાન પરેશાન કરતો હતો. આ મામલે સ્થાનિક મહિલાઓએ સની વસાવાની પત્નીને પણ અનેકવાર ફરિયાદો કરી હતી. જોકે સની પત્નીની વાત પણ માનતો ન હતો. બે વર્ષ બાદ અસહ્ના ત્રાસને પગલે આખરે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સની વસાવા સામે છેડતીનો ગુનો નોંધી તેને ઝડપી પાડી તેની ધરપકડ કરી છે.

 

 

 

 

પતિ જ ખરાબ હોવાનું પોલીસ સમક્ષ પત્નીનું નિવેદન 

આ બનાવમાં સ્થાનિક મહિલાએ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો દાખલ કર્યો હતો. જોકે આ ફરિયાદમાં સાહેદ તરીકે આરોપી સની વસાવાની પત્ની જ હતી. તેણીએ પોલીસને જણાવ્યું હતું કે તેનો પતિ સની જ ખરાબ છે. તે સોસાયટીમાં રહેતી મહિલાઓના ફોટા પાડી વિડીયો બનાવતો અને તેણીની છેડતી કરતો હતો. અવારનવાર સમજાવવા છતાં પણ તે કોઇ વાત માનતો ન હતો. હાલ તો પોલીસે સનïની પત્નીનું પણ નિવેદન લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application