Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હિંમતનગર શહેરમાંથી 49 લાખની આંગડીયા લૂંટ મામલે 7 આરોપીઓને પોલીસે ઝડપી લીધા

  • March 21, 2024 

ગત 12, માર્ચે વહેલી સવારે હિંમતનગર શહેરના બસ સ્ટેશનના ગેટ આગળથી જ આંગડીયા કર્મીઓ લૂંટાયાની ઘટના સામે આવી હતી. બસ સ્ટેશન અને શહેરના મુખ્ય વિસ્તારમાંથી જ લૂંટારુઓ 49 લાખ કરતા વધારેની કિંમતની લૂંટ આચરીને ફરાર થઇ ગયા હતા. જેને પગલે જિલ્લા પોલીસ દ્વારા લૂંટારુઓને શોધવા માટે પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન શિહોરી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી બનાસકાંઠા એલસીબીએ ગત 15 માર્ચે ત્રણ આરોપીઓ અને લૂંટમાં વપરાયેલી કારને ઝડપી લીધી હતી. આ બાદ લૂંટારુ ગેંગને લઈ સાબરકાંઠા એલસીબીની ટીમ પણ શોધખોળ કરી રહી હતી. જેમાં વધુ ચાર આરોપીઓ લૂંટના મુદ્દામાલ સાથે હાથ લાગ્યા હતા. આમ સાબરકાંઠા એલસીબીને પણ મોટી સફળતા હાથ લાગી હતી.


સાબરકાંઠા એલસીબીની ટીમને બાતમી મળી હતી. જેને લઈ ઇડરના વલાસણા હાઇવે તરફ વોચ ગોઠવતા વધુ ચાર આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. એલસીબી પીએસઆઈ ડીસી પરમાર અને તેમની ટીમ દ્વારા આ અંગેની વોચ ગોઠવતા આરોપીઓને વલાસણા હાઇવે પરથી ઇકો કારમાં સવાર હર્ષજી ઠાકોર, સંદીપ ઠાકોર, જયદીપસિંહ રાજપૂત અને દિવ્યરાજસિંહ રાજપૂતને ઝડપી લેવામાં આવ્ચા હતા. આરોપીઓ ઇકો કાર લઈને ઇડર તરફ આવી રહ્યા હતા અને કારમાં લૂંટ દરમિયાન તફડાવી લીધેલ સોના અને ચાંદીના દાગીના પણ મળી આવ્યા હતા. કારમાં તલાશી લેતા સીટો નિચે સંતાડી રાખવામાં આવેલ 6.51 લાખ રુપિયાના સોના અને ચાંદીના દાગીના એલસીબીની ટીમે જપ્ત કર્યા હતા.


આરોપીઓને એલસીબીએ પૂછપરછ કરતા લૂંટ બાદ તેઓએ કુલ ચૌદ ભાગ પાડ્યા હતા. આ ભાગ પેટે ચારેય આરોપીઓને સોના અને ચાંદીના દાગીના મળેલ હતા. જેને વેચવા માટે તેઓ રાજસ્થાન જઇ રહ્યા હતા અને રસ્તામાં ઝડપાઇ ગયા હતા. લૂંટને લઈ બનાસકાંઠા એલસીબીની ટીમ પણ સતર્ક બની હતી. જેને લઈ વોચ રાખવા દરમિયાન બનાસકાંઠા એલસીબીની ટીમને શિહારી પોલીસ સ્ટેશનની હદમાંથી લૂંટમાં ઉપયોગમાં લેવામાં આવેલી એસન્ટ કાર સહિત ત્રણ આરોપીઓ અરવિંદ વાઘેલા, હિંમતસિંહ ડાભી અને મંગુભા ઝાલાને ઝડપી લેવામાં આવ્યા હતા. બનાસકાંઠા એલસીબીની ટીમે 4.98 લાખના સોના અને ચાંદીના દાગીના જપ્ત કર્યા હતા. આમ બનાસકાંઠા અને સાબરકાંઠા પોલીસે લૂંટને લઈ એક બાદ એક આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. સાબરકાંઠા એલસીબી વધુ પાંચ આરોપીઓને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application