Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ 2 વ્યક્તિઓ સામે પોલીસ કાર્યવાહી

  • May 18, 2021 

સોનગઢના ઉકાઈમાં જાહેરનામાનો ભંગ કરવા બદલ 2 વ્યક્તિઓ સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

 

 

 

કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેનામું બહાર પાડવામાં આવ્યું છે. જેના અનુસંધાને ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો સોમવારે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન જાહેરનામાનો ભંગ કરવા બદલ ઝડપાયેલ 2 કસૂરવારો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

પોલીસ પેટ્રોલિંગમાં ઝડપાયેલા કસુરવારો....

ઉકાઈના વર્કશોપ બજારમાં આવેલ મિત્તલ પ્રોવીઝન સ્ટોર માં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી.દુકાનદાર અને ગ્રાહકો વચ્ચે યોગ્ય અંતર પણ જોવા મળ્યું ન હતું. આ બનાવમાં દુકાનદાર મહેશભાઈ મિત્તલભાઈ અગ્રવાલ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હતી.જયારે બીજા બનાવમાં ઉકાઈના હિન્દુસ્તાન પુલ પાસે રોડ ઉપરથી એક રીક્ષા નંબર જીજે/23/એક્સ/8754 માં તપાસ કરતા રીક્ષામાં બેસતા પેસેન્જરો વચ્ચે તથા રીક્ષા ચાલક અને પેસેન્જરો વચ્ચો સેફ ડીસ્ટન્સ સુધ્ધા ન હતું. આ બનાવમાં રીક્ષા ચાલક રવીન્દ્રલાલ ચુનીલાલભાઈ વસાવા રહે, લીંબી ગામ, મોટી પીપળ ફળિયું-સોનગઢ, નાઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામમાં આવી હતી.

 

 

 

 

આમ ઉકાઈ પોલીસે જાહેરનામાના ભંગ કરવા બદલ બે જુદાજુદા બનાવોમાં પકડાયેલા કસુરવારો સામે કાર્યવાહી કરી હતી.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application