ભરૂચ-નવરાત્રી પર્વમાં વિધર્મીઓની પ્રવેશ બંધી અને ગરબા આયોજનમાં બહેનો પાસેથી ફી વસુલાત થઇ તો રાષ્ટ્રીય બજરંગ દલ દ્વારા એક્શન કામ અપાશે,માં શક્તિની આરાધના નો પર્વ નવરાત્રી ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે,ભરૂચ જિલ્લામાં પણ વિવિધ સ્થળે નવરાત્રી પર્વને લઇ ગરબા પંડાલો ની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે,ખૈલાયાઓ ગરબે ઘૂમવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે,
તેવામાં આજ રોજ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિસદ રાષ્ટ્રીય બજરંગ દલ દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવા માં આવ્યું હતું, આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિસદ રાષ્ટ્રીય બજરંગ દલ દ્વારા અપાયેલ આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી કે આવનારા નવરાત્રીના તહેવાર દરમિયાન વિધર્મી યુવાનોને ગરબા પંડાલ માં પર્વેશ ન આપવા માં આવે સાથે સાથે જે તે ગરબા પંડાલ ના આયોજકો દ્વારા ગરબા રમવા આવતી બહેનો પાસેથી તગડી ફી વસૂલાત કરવામાં આવી રહી છે તેવી બહેનો પાસેથી ફી વસુલાત કરવામાં ન આવે અમે જો આ પ્રકારની ફી વસુલાત કરવામાં આવશે તો આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિસદ રાષ્ટ્રીય બજરંગ દલ દ્વારા જે તે ગરબા પંડાલ ખાતે પહોંચી જઈ એક્શન માં કામગીરી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500