T.Y.B.comની સેમેસ્ટર-5ની પરીક્ષામાં એક વિદ્યાર્થીના મોબાઈલમાં પ્રશ્નપત્ર અને તેના જવાબો જોવા મળ્યાં હતાં. દક્ષિણ મુંબઈની આ ઘટના બાબતે આસિસ્ટંટ પ્રોફેસરે કરેલી ફરિયાદને આધારે આ વિદ્યાર્થી અને તેને પ્રશ્નપત્ર વૉટ્સએપ પર પહોંચાડનાર મિત્ર સામે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
દક્ષિણ મુંબઈની જાણીતી કૉલેજમાં T.Y.B.comની સેમેસ્ટર-5ની પરીક્ષા ચાલી રહી છે. તારીખ 31 ઑક્ટોબરે કોમર્સ-5નું પેપર હતું. તે સમયે જૂનિયર સુપરવાઈઝરને એક વિદ્યાર્થીનાં હાથમાં મોબાઈલ હોવાની જાણ થતાં તેણે મોબાઈલ તપાસતાં તેમાંથી તે વિષયની પ્રશ્નપત્રિકા અને જવાબો મળ્યા હતાં. ફરક એટલો જ કે કૉલેજના પ્રશ્નપત્ર અને આ વિદ્યાર્થીના મોબાઈલમાં આવેલ પ્રશ્નપત્રમાં માત્ર વૉટરમાર્ક જુદો હતો. આ બાબતે વિદ્યાર્થીની પૂછપરછ કરતાં તેણે ઉડાઉ જવાબો આપ્યા હતા. ગિરગાંવની જાણીતી કૉલેજના આ વિદ્યાર્થી અને તેને પ્રશ્નપત્ર પહોંચાડનાર વ્યક્તિ કે જે તેનો મિત્ર હોવાનું જણાય છે, તે બંને સામે પોલીસે હાલ કેસ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application