Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણાનાં તાંતીથૈયા ગામે 2 ઈસમો વચ્ચે રકઝક થતાં એક યુવકનું મોત

  • November 27, 2021 

સુરતનાં પલસાણા તાલુકાનાં તાંતીથૈયા ગામે આવેલ એક કોમ્પલેક્ષમાં આવેલ ચાની દુકાન આગળ 2 ઈસમો અગમ્ય કારણોસર ઝઘડવા લાગ્યા બાદ નશામાં ધૂત એક યુવકે બીજાને જાંઘના ભાગે ચપ્પુનો ઘા મારતા ગંભીર ઇજા થતાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. બનાવની વિગત એવી છે કે, પલસાણાનાં તાંતીથૈયા ગામે સાંઈરામ બિલ્ડિંગમાં લક્ષ્મણભાઈ તીકમારામ ચૌધરીની ચાની લારી આવેલી છે અને જે ગુરુવારે રાત્રીના સમયે દુકાન પર તેના મિત્ર સાથે ચા પી રહ્યો હતો. તે સમયે દુકાન પર તાંતીથૈયાની શ્રેયા મિલમાં કામ કરતો બીટ્ટુ યાદવ (રહે.તાંતીથૈયા) ચા પીવા માટે આવ્યો હતો. તે જ સમયે બાજુની બિલ્ડિંગ શ્યામ પેલેસમાં રહેતો કુંન્દન બિહારી નામનો યુવક પણ ત્યાં આવ્યો હતો અને અને બીટ્ટુ યાદવ સાથે કોઈ બાબતે રકઝક કરવા લાગ્યો હતો.પરંતુ તે જોતા ચા ના દુકાનદાર લક્ષ્મણભાઇ બંનેને ત્યાંથી જતા રહેવા કહ્યું હતું તે સાંભળી ઉશ્કેરાયેલા કુંદન બિહારીએ પોતાની પાસે રાખેલું ધારદાર ચપ્પુ વળે બીટ્ટુ યાદવના ડાબા જાંઘ પર ઘા માર્યો હતો. બીટ્ટુ યાદવ લોહીલુહાણ હાલતમાં નીચે પડી જતાં કુંદન યાદવ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જોકે તે દરમિયાન દુકાનદારે 108 મારફતે બીટ્ટુ યાદવને સુરત સ્મિમેરમાં હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં બીટ્ટુ યાદવનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે કડોદરા પોલીસે કુંદન બિહારી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી સ્થળ તપાસ કરી સીસીટીવી ફૂટેજની મદદથી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આમ, પોલીસે ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ બાદ પોલીસ આરોપીને પકડવાની કામગીરી હાથ ધરતા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીના મોબાઈલ લોકેશન મેળવી તેમજ હ્યુમન સોર્ષિસ દ્વારા મળેલી ચોક્કસ બાતની આધારે ઘટનાના ગણતરીના કલાકોમાં જ આરોપી કુંદન બિહારીને કડોદરા હનુમાજી મંદિરના ખુલ્લા મેદાન માંથી ઝડપી પાડી કડોદરા પોલીસને સોંપ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application