Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમરનાયાત્રાનાં બેઝ કેમ્પ પૈકી પહેલગામમાં લઘુતમ તાપમાન માઇનસ 5.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, રાજસ્થાનમાં પણ તીવ્ર ઠંડી યથાવત

  • December 22, 2023 

કાશ્મીરમાં સૌથી વધુ કાતિલ ઠંડીના 40 દિવસો એટલે કે ચિલ્લાઇ કલાનો સમયગાળો શરૂ થઇ ગયો છે. ખીણના અનેક વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે જતું રહ્યું છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. જમ્મુ-કાશ્મીરનાં ઉનાળાની સિઝન માટેના પાટનગર શ્રીનગર શહેરમાં લઘુતમ તાપમાન 4.3 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. એક દિવસ પહેલા લઘુતમ માઇનસ 3.7 ડિગ્રી સેલ્સિયસ હતું. અમરનાઝ યાત્રાના બેઝ કેમ્પ પૈકીના એક પહેલગામમાં લઘુતમ તાપમાન માઇનસ 5.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે.



બારામુલ્લા જિલ્લામાં આવેલા ગુલમર્ગમાં લઘુતમ તાપમાન માઇનસ 3 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. રાજસ્થાનમાં પણ તીવ્ર ઠંડી યથાવત છે. સિકર જિલ્લાના ફતેહપુરમાં લઘુતં તાપમાન 2.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. પંજાબ અને હરિયાણામાં પણ ઠંડી સતત વધી રહી છે. પંજાબના લુધિયાણામાં લઘુતમ તાપમાન 2.8 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. હરિયાણાના હિસારમાં લઘુતમ તાપમાન 4.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. ઝારખંડમાં વધુ ઠંડીને પગલે તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં 26 થી 31 ડિસેમ્બર સુધી રજા આપી દેવામાં આવી છે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં લઘુતંમ તાપમાન 7 થી 11 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application