વીજ સંચાલિત ટુ વ્હીલર્સના વેચાણમાં વધારાને પરિણામે વીજ સંચાલિત વાહનોના એકંદર વેચાણ આંકમાં જુલાઈમાં વાર્ષિક ધોરણે ૫૫.૨૦ ટકા વધારો થઈને ૧,૭૯,૦૩૮ નોંધાયો છે. ઈ-ટુ વ્હીલર્સના વેચાણમાં ૯૬ ટકા જેટલો જંગી વધારો થયાનું ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ' એસોસિએશન (ફાડા)ના આંકડા જણાવે છે. ગયા વર્ષના જુલાઈમાં વીજ વાહનોનો વેચાણ આંક ૧૧૬૨૨૧ રહ્યો હતો, જેમાં ઈ-ટુ વ્હીલર્સનો આંક ૧૦૭૦૧૬ રહ્યો હતો. ૨૦૨૩ના જુલાઈમાં ઈ-ટુ વ્હીલર્સનો વેચાણ આંક ૫૪૬૧૬ રહ્યો હતો.
ઈ-થ્રી વ્હીલર્સનું વેચાણ પણ ૧૮ ટકા વધી ૬૩૬૬૭ એકમ રહ્યું હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. વીજ સંચાલિત ઊતારૂ વાહનોનું વેચાણ ૨.૯૨ ટકા ઘટયું છે. ઈ-ટુ વ્હીલર્સ તથા ઈ-થ્રી વ્હીલર્સના વેચાણમાં નોંધપાત્ર વધારાને જોતા દેશમાં વીજ વાહનોનો સ્વીકાર વધી રહ્યો છે, એમ ફાડાના સુત્રોએ જણાવ્યું હતું. ઈ-થ્રી વ્હીલર્સનું વેચાણ પણ ૧૮ ટકા વધી ૬૩૬૬૭ એકમ રહ્યું હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. વીજ સંચાલિત ઊતારૂ વાહનોનું વેચાણ ૨.૯૨ ટકા ઘટયું છે.
ઈ-ટુ વ્હીલર્સ તથા ઈ-થ્રી વ્હીલર્સના વેચાણમાં નોંધપાત્ર વધારાને જોતા દેશમાં વીજ વાહનોનો સ્વીકાર વધી રહ્યો છે, એમ ફાડાના સુત્રોએ જણાવ્યું હતું. જુલાઈમાં એકંદર ઓટો રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે ૧૪ ટકા વધારો જોવાયો છે. ગ્રામ્ય સ્તરેથી માગમાં વધારો તથા નવા પ્રોડકટ લોન્ચને પગલે વેચાણ વૃદ્ધિ જોવા મળી છે. વેચાણમાં વધારો થવાં છતાં ઊતારૂ વાહનોનો અંદાજે રૂપિયા ૭૩૦૦૦ કરોડનો માલ ભરાવો થયાનું પણ પ્રાપ્ત માહિતીમાં જણાવાયું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500