તાપી જિલ્લા ખાતે રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,ગાંધીનગર દ્વારા આયોજીત તથા સ્થાનિક કચેરી તાપી દ્વારા સંચાલિત બાળનાટ્ય અને બાળ નૃત્ય ૨૦૨૨-૨૩ યોજાનાર છે. આ સ્પર્ધામાં સ્પર્ધામાં ૬ થી ૧૪ વર્ષના બાળકો ભાગ લઈ શકશે. એક કૃતિમાં ઓછામાં ઓછા ૧૨ અને વધુમાં વધુ ૧૬ સ્પર્ધકો ભાગ લઈ શકશે.ઈચ્છુક ઉમેદવારો એ નિયત નમુનાનું ફોર્મ,આધારકાર્ડની નકલ સાથે રાખી તા.૨૬-૦૯-૨૦૨૨ સુધીમાં કચેરીના કામકાજના દિવસ દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા રમતગમત કચેરી જિલ્લા સેવા સદન, બ્લોક નં-૬,પ્રથમ માળ તાપી ખાતે જમા કરવાના રહેશે.તા.૨૬-૦૯-૨૦૨૨ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકારવામા આવશે નહિ. (ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500