યુરોપ મોંઘવારી સામે ઝઝૂમી રહ્યું છે. યુરોપમાં ફુગાવાનો દર છેલ્લા 11 વર્ષમાં 8.9 ટકાના રેકોર્ડ સ્તરે છે. ફ્રાન્સ મોંઘવારીથી સૌથી વધુ પ્રભાવિત છે. ફ્રાન્સમાં સામાન્ય લોકો પગાર વધારવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. તેઓ કહે છે કે, મોંઘવારી એટલી ઝડપી છે કે સામાન્ય પગારમાં ટકી રહેવું મુશ્કેલ છે. આ પહેલા ફ્રાન્સમાં ઓઈલ કંપનીઓના કર્મચારીઓએ કામ કરવાનું બંધ કરી દીધું હતું અને પગાર વધારાની માંગ કરી હતી.
હવે ઈંધણની અછત છે આ પછી સામાન્ય લોકો પણ લાખોની સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પણ લોકોના વિરોધનો સામનો કરી રહ્યા છે. જયારે ફુગાવાનું મુખ્ય કારણ કોવિડને કારણે લોકડાઉન લાદવામાં આવવાથી અનેક ધંધા ઠપ થઈ ગયા. જેના કારણે દેશની અર્થવ્યવસ્થા પડી ભાંગી અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે તેલ અને ગેસના પુરવઠાને નુકસાન થયું હતું, કારણ કે રશિયા પાસે તેલ અને ગેસનો મોટો ભંડાર છે. યુદ્ધ પહેલા રશિયા યુરોપના ઘણા દેશોમાં ગેસ અને તેલ મોકલતું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application