તાપી જિલ્લામાં શનિવારે કોરોના પોઝીટીવ દર્દીના નવા ૪ કેસ મળી આવ્યા છે. આજે વધુ ૧૭ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. હાલ ૭૭ દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, તા.૨૯મી મે ના રોજ તાપી જિલ્લામાં કોરોનાના નવા ૪ કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવના કુલ ૩૮૩૭ કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ ૩૬૩૯ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે ૬૫૫ સેમ્પલ લેવામાં આવ્યા છે.
જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૩ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૧૮ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૨૧ દર્દીઓના મોત નિપજ્યા છે.
તાપી જિલ્લામાં આજરોજ કોરોનાના નવા ૪ કેસ
- ૬૫ વર્ષિય મહિલા– શક્તિનગર-સોનગઢ,
- ૫૪ વર્ષિય મહિલા– કોલેજ પાસે–વીરપોર,તા.વાલોડ,
- ૬૫ વર્ષિય પુરુષ– ગોડાઉન ફળિયું–કલકવા,તા.ડોલવણ,
- ૫૩ વર્ષિય મહિલા– ફડકે નિવાસ–માલીવાડ –વ્યારા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500