તાપી જીલ્લા આરોગ્ય તંત્રની ભારે મહેનત બાદ કોરોના કેસમાં નિયંત્રણ મેળવવા સફળ રહ્યા હોય તેમ જીલ્લામાં કોરોના સંક્રમિત કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ જે રીતે લોકો માસ્ક વગર હરવા ફરવા લાગ્યા છે તે એક ચિંતા નો વિષય બન્યો છે.
તાપી જીલ્લાના માત્ર ઉચ્છલમાં કોરોના પોઝીટીવ નો 1 કેસ નોંધાયા છે. જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.12-જાન્યુઆરીના રોજ તાપી જીલ્લાના ઉચ્છલ તાલુકામના સયાજીગામના, ટેકરા ફળિયમાં 45 વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 878 કેસો નોંધાયા છે, અત્યાર સુધી કુલ 823 દર્દીઓ સાજા થયા છે, કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે, જીલ્લામાંથી આજરોજ કોરોના ટેસ્ટ માટે 265 સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ 15 કેસ એક્ટીવ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500