Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લામાં સોમવારે કોરોના નો માત્ર 1 કેસ નોંધાયો, હાલ 16 કેસ એક્ટીવ

  • January 12, 2021 

તાપી જીલ્લા આરોગ્ય તંત્રની ભારે મહેનત બાદ કોરોના કેસમાં નિયંત્રણ મેળવવા સફળ રહ્યા હોય તેમ જીલ્લામાં કોરોના સંક્રમિત કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ જે રીતે લોકો માસ્ક વગર હરવા ફરવા લાગ્યા છે તે એક ચિંતા નો વિષય બન્યો છે.

 

  

તાપી જીલ્લાના માત્ર નિઝરમાં આજરોજ કોરોના પોઝીટીવ નો 1 કેસ નોંધાયા છે જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.11-જાન્યુઆરીના રોજ તાપી જીલ્લાના નિઝર તાલુકાના મુબારકપુર ગામના પટેલ ફળિયુંમાં 54 વર્ષીય પુરુષનો  કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.

 

 

જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 877 કેસો નોંધાયા છેઅત્યાર સુધી કુલ 821  દર્દીઓ સાજા થયા છે, કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે, જીલ્લામાંથી આજરોજ કોરોના ટેસ્ટ માટે 399 સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ16   કેસ એક્ટીવ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application