Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : ડ્રગ્સના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો, એક વોન્ટેડ

  • August 12, 2024 

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ એસ.ઓ.જી.ની ટીમે ખમાસાના આરોપીને રૂપિયા ૧.૬૨ લાખના ૧૬ ગ્રામ ૨૫૦ મિલીગ્રામ મેફાડ્રોનના ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડયો હતો અને તેને ડ્રગ્સ આપનારા દરિયાપુરના સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી. ક્રાઇમ બ્રાંચ એસઓજીની ટીમને ચોક્કસ બાતમી હતી કે, માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમદરવાજા પાસે સેનચ્યુરી માર્કેટ પાસે એક શખ્સ ડ્રગ્સનું છૂટક વેચાણ કરવા આવાનો છે.


જેના આધારે પોલીસે વોચ ગોઠવીને શંકાસ્પદ શખ્સને પકડયો હતો અને તેનું નામ પૂછતા ખમાસા વિસ્તારમાં પારસી અગિયારી પાસે ખાસ બજાર ખારુનો નાળો ખાતે રહેતા અને છૂટક મજૂરી કરતા જાવેદ ઉર્ફે પપ્પુ મહેમુદમિયા પરમાર (ઉ.વ.૪૧)ને પકડી પાડયો હતો. તપાસ કરતા તેની પાસેથી ૧૬ ગ્રામ ૨૫૦ મિલીગ્રામનો રૂપિયા ૧.૬૨ લાખનો એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે તેની પાસેથી એમડી ડ્રગ્સ સહિત કુલ રૂપિયા ૧.૬૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્યારબાદ તેની પૂછપરછ કરતા તે દરિયાપુરના પપ્પી નામના શખ્સ પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો અને આરોપી પકીડીયો બનાવીને છૂટક વેચાણ કરતો હતો. બનાવ અંગે પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધીને જાવેદની ધરપકડ કરીને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application