મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે આતંકવાદીઓનાં ગોળીબારમાં BSFનો એક જવાન શહીદ થયો છે. આ ઉપરાંત અન્ય બે જવાન પણ ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને એરલિફ્ટ કરીને મંત્રીપુખારી લઈ જવામાં આવ્યા છે. મોડી રાત્રે સેરૌ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓના જૂથ વચ્ચેની ગોળીબારમાં BSFનો એક જવાન શહીદ થયો હતો.
જ્યારે આસામ રાઈફલ્સના બે જવાન ઘાયલ થયા હતા. આ ઘટના અંગેની જાણ સૈન્ય અધિકારીએ આપી હતી. ભારતીય સેનાના સ્પીયર કોર્પ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, BSF એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો, જ્યારે બે આસામ રાઈફલ્સના જવાનોને ગોળી વાગી હતી.
ઘાયલ જવાનોને એરલિફ્ટ કરીને મંત્રીપુખારી લઈ જવામાં આવ્યા છે. મણિપુરમાં સુગનુ-સેરૌના વિસ્તારોમાં આસામ રાઇફલ્સ, BSF અને પોલીસ દ્વારા વ્યાપક ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. જયારે ગતરોજ આખી રાત દરમિયાન સુરક્ષા દળો અને આતંકવાદીઓના જૂથો વચ્ચે તૂટક તૂટક ગોળીબાર થયો હતો. સુરક્ષા દળોએ અસરકારક રીતે જવાબ આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationહવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી
April 06, 2025