Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાંધીનગરમાં શાળા પ્રવેશોત્સવનાં પ્રથમ દિવસે આંગણવાડી અને બાલવાટિકામાં મળી પ્રથમ દિવસે ૬,૫૪૩ બાળકોનું નામાંકન કરાયું

  • June 13, 2023 

ગાંધીનગરમાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ ૧માં માત્ર ૪૦૫ બાળકો સહિત આંગણવાડી અને બાલવાટિકામાં મળીને પ્રથમ દિવસે ૬,૫૪૩ બાળકોનું નામાંકન કરાયુ હતું. જ્યારે તેના ઉપરાંત આ વર્ષે ૪,૦૪૫ વિદ્યાર્થીઓને ધોરણ ૯માં પણ પ્રવેશ આપવામાં આવ્યો હતો. જિલ્લાની ૬૦૧ સંસ્થામાં ૧૪ હજાર બાળકોના લક્ષ્યાંક સામે ૨૧૮ પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયો તેમાં રોકડ સહિત ૬૬ લાખની ભેંટ મળી હતી. જિલ્લાનાં ચારેય તાલુકાની આંગણવાડી તેમજ બાલમંદિરમાં ૮૯૫ કુમાર અને ૯૦૪ કન્યા સહિત કુલ ૧૭૯૯ બાળકોનું ઉપરાંત ૨૧૯૦ કુમાર અને ૨૧૪૯ કન્યા સહિત ૪૩૩૯ બાળકોનું બાલવાટિકામાં અને ૨૧૬ કુમાર અને ૧૮૯ કન્યા સહિત કુલ ૪૦૫ બાળકોનું ધોરણ ૧માં નામાંકન કરાવીને પ્રવેશ અપાયો હતો.


આ સિવાય ૧૨ કુમાર અને ૧૫ કન્યા મળીને ૨૭ બાળકોનો ધોરણ ૧માં પુનથપ્રવેશ કરાવાયો હતો. આંગણવાડી, બાલમંદિર અને બાલ વાટિકામાં ૪ કુમાર અને ૪ કન્યા મળીને ૮ દિવ્યાંગ બાળકોને પણ પ્રવેશ અપાયો હતો. આ વર્ષે જિલ્લાના કુલ ૪૦૪૫ જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ ૯માં પ્રવેશ અપાયો તેમાં ૨૧૯૫ કુમાર અને ૧૮૫૦ કન્યા સામેલ છે. જ્યારે આ વર્ષે દહેગામની ૭, ગાંધીનગરની ૭, કલોલની ૫ અને માણસાની ૧૦ મળીને ૨૯ શાળામાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા ઉપલબ્ધ કરાવાઇ હતી. સાથે જ બાળકીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ પણ ચૂકવાયા હતાં. સેવાભાવી લોકોએ બાળકોના શૈક્ષણિક ઉપયોગ માટે રોકડ અને વસ્તુ સ્વરૂપમાં કરેલા દાનમાં રૃપિયા ૨,૭૫,૮૫૫ રોકડા અને રૂપિયા ૬૪,૧૭,૧૯૨ મૂલ્યની વસ્તુઓ સહિત ૬૬,૯૩,૦૪૭નો સમાવેશ થયો હતો.




મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગોતરી જાણ કર્યાં વગર જ ગોલથરા પ્રાથમિક શાળામાં પહોંચ્યા હતાં. જ્યાં તેમણે બાળકોને ધોરણ ૧ અને બાલવાટિકામાં પ્રવેશ કરાવી શાળા પ્રવેશ કીટ અર્પણ કરી હતી. ઉપરાંત પ્રાથમિક શાળા સ્કોલરશીપ પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવનાર દિકરીને સન્માનિત કરવા સાથે બાળકો સાથે સંવાદ કરીને મધ્યાહ્ન ભોજનની વ્યવસ્થાની માહિતી મેળવી હતી. બાળકોએ ગામમાં ધોરણ ૮ પછીનાં અભ્યાસ માટે શાળાની લાગણી વ્યક્ત કરતાં યોગ્ય કરવા ખાતરી આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News