Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રીશ્રીની વલસાડ શહેરની જનતાને સિટી બસની ભેટ કરી

  • August 15, 2023 

સાત સીએનજી બસ માટે ૧૫ યુવતી કંડકટર અને ૧૫ યુવકોની ડ્રાઈવર તરીકે ભરતી કરવામાં આવી રાજ્ય કક્ષાના ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વલસાડ શહેરી વિસ્તારની જનતાને સાત સિટી બસની ભેટ આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ શહેરના કલ્યાણ બાગ ખાતેથી સીએનજી બસને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ લોકાર્પણ પ્રસંગે તેમની સાથે રાજયના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ, સંસદ સભ્ય ડો.કે.સી.પટેલ, વલસાડના ધારાસભ્ય અને ધરમપુરના ધારાસભ્ય, સુરત પ્રાદેશિક કમિશનર કચેરીના કમિશનર ડી.ડી.કાપડીયા અને પાલિકાના માજી પ્રમુખ અને જિલ્લા બાળ કલ્યાણ કમિટીના ચેરપર્સન સોનલબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.



આ સિટી બસમાં કંડકટર તરીકે ૧૫ યુવતીઓ અને ૧૫ ડ્રાઈવર તરીકે યુવકોની ભરતી કરવામાં આવી છે. વિદ્યાર્થી પાસમાં ૨૦ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તમામ બસો સીસીટીવી કેમેરાથી સુજ્જ છે. રાત્રિ દરમિયાન બસોનું સ્ટોપેજ પાલિકાના પાર્કિંગ પ્લોટમાં રાખવામાં આવ્યુ છે. આ બસનું ભાડુ રૂ.૭ થી ૧૯ સુધી રાખવામાં આવ્યું છે. વલસાડના લોકોને રાષ્ટ્રીય પર્વ નિમિત્તે મળેલી આ ભેટ સ્થાનિક પરિવહન માટે ખૂબ ઊપયોગી નીવડશે એવા શુભઆશય સાથે આ સેવાનો પ્રારંભ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરાવવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application