તમારું ભરૂચ હોય તો ભલે હોય,હું ગુજરાતની કોઈ જેલના નિયમ માનતો નહીં કહી કાચા કામના કેદીનો અમલદાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, ભરૂચ સબજેલ માં કાચા કામના કેદી અને જેલમાં બેરેક હાજરી નોંધતા જેલ અમલદાર વચ્ચે ગાળા ગારી અને મારામારી થઈ હોવાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી છે, જે બાદ મામલે જેલ અમલલદાર દ્વારા ભરૂચ બી ડિવિઝન પોલીસ મથક ખાતે કાચા કામ ના કેદી સામે ફરિયાદ દાખલ કરાવી છે,
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ સબ જેલ ખાતે હલાવદાર તરીકે ફરજ બજાવતા સંજય કુમાર નટવર લાલ વસાવા તારીખ 14/05/2023 ના રોજ સવાર ના સમયે સબજેલ ના બેરેક નંબર સી /2માં કેદીઓની ગણતરી કરવા માટે ગયા હતા,જ્યાં તેઓએ તમામ કેદીઓને બે બે ની જોડ ના બેસવા માટે કહ્યું હતું પરંતુ સબ જેલ માં કાચા કામ ના ગુનામાં સજા કાપી રહેલ ચિરાગ અશોકભાઈ પંડ્યા નામનો કેદી બેસયો ન હતો, તેમજ અચાનક ઉશકેરાઈ જઈ હવાલદાર સંજય કુમાર વસાવા ને ગાળો બોલી તેની નજીક જઈ કોલર પકડી લઈ તમારું ભરૂચ હોય તો ભલે હોય પણ હું જેલ બાહર નીકળીશ તો તને જાનથી મારી નાખીશ અને હું આજદિન સુધી ગુજરાતની કોઈ જેલ ના નિયમ માનતો નથી,તેમ જણાવી હવાલદાર ઉપર હુમલો કર્યો હતો, જે બાદ અન્ય કેદીઓએ બંને ને છોડવ્યા હતા.
મામલે હવાલદાર દ્વારા ભરૂચ જેલ ઇન્ચાર્જ અધિક્ષક એન.પી રાઠોડ ને માહિત ગાર કરતા અધિક્ષક ની હાજરી માં કાચાકામ ના કેદીએ ફરીથી ઉશકેરાઈ જઈ હવાલદાર સંજય કુમાર ને ગાળો બોલવા લાગ્યો હતો અને પોતાના હાથ માં પતરા ના તિક્ષણ હથિયાર વડે જાતે જ લીટા પાડી લઈ હું તારા વિરુદ્ધ કોર્ટ માં ફરિયાદ કરી તને નોકરી માંથી કઢાવી નાખીશ જેવી ધમકીઓ આપતાં આખરે જેલ હવાલદાર દ્વારા મામલે કાચા કામ ના કેદી ચિરાજ અશોકભાઈ પંડ્યા સામે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપી ગુનો દાખલ કરાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500