દિલ્હી પોલીસે 40 કરોડ રૂપિયાનું હેરોઇન સાથે નાઇજિરિયાના નાગરિક સહિત ડ્રગ્સની હેરાફેરી કરનારા બે લોકોની ધરપકડ કરાઈ હતી. જોકે, એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની ઓળખ જનકપુરના રહેવાસી 37 વર્ષીય રાકેશ કુનાર અને દિલ્હી સ્થિત નાઇજિરિયાના નાગરિક 47 વર્ષીય ઓબુમુનેમે ન્વાચુકવુ તરીકે કરવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સ્પેશિયલ સેલ) જસમિત સિંહના જણાવ્યા અનુસાર, ચોક્કસ બાતમીનાં આધારે જીટી કનાલ રોડ પર આવલા મકરબા ચોક પાસેથી પોલીસે કુમારની ધરપકડ કરી હતી.
તે સમયે તેની બેગમાંથી ચાર કીલો હેરોઇન મળી આવ્યું હતું. કુમાર હેરોઇન લઇને પંજાબ જવાનો હતો. કુમારે પોલીસને જણાવ્યું હતું કે, તેને હેરોઇનનો જથ્થો નાઇજિરિયન નાગરિક પાસેથી મળ્યો હતો. તે છેલ્લા બે વર્ષથી પજાબમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો. પોલીસ જ્યારે નાઇજિરિયાનાં નાગરિકને પકડવા ગઇ તો તે ડ્રગ્સનો જથ્થો ટોયલેટમાં વહેડાવી રહ્યો હતો. તેની પાસેથી 2.2 કીલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. તેના ઘરમાંથી પાસપોર્ટ કે અન્ય કોઇ ટ્રાવેલ દસ્તાવેજ મળી આવ્યા ન હતાં.
તેણે પોલીસને જણાવ્યું હતું કે, તે 2009માં ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, 2012માં જ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબટન્સ (એનડીપીએસ) એક્ટ હેઠળ આ નાઇજિરિયન નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી અને તેને 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જોકે 8 વર્ષ જેલમાં પસાર કર્યા પછી 2020માં તેને મુક્ત કરવામાં આવ્યો હતો. જોકે મુક્ત થતાની સાથે જ તેણે ફરીથી ડ્રગ્સની હેરાફેરી શરૂ કરી દીધી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500