છત્તીસગઢના દંતેવાડાના અરનપુરમાં બુધવારે બપોરે ડિસ્ટ્રિક રિઝર્વ ગાર્ડ (DRG)ની ગાડી પર નક્સલીઓએ હુમલો કર્યો હતો જેમાં 10 જવાન અને 1 ડ્રાઈવર શાહિદ થયા હતા. આ હુમલો એટલો ભયાનક હતો કે, તેમાં જવાનોના વાહનોના ફુરચા ઊડી ગયા હતા અને જ્યાં બ્લાસ્ટ થયો તે જગ્યાએ ઊંડો ખાડો પડી ગયો હતો.
બસ્તરના IG સુંદર રાજે જણાવ્યું હતું કે, અરનપુરના પાલનાર વિસ્તારમાં નક્સલીઓએ જવાનો પર હુમલો કર્યો હતો. જવાનો એક ઓપરેશન પર ગયા હતા અને પરત ફરી રહ્યા હતા. નક્સલીઓએ રોડની વચ્ચે લેન્ડમાઇન પાથરી હતી અને DRGની ગાડી તેના પરથી પસાર થઈ એટલે બ્લાસ્ટ થયો હતો. હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.વિતેલા અમુક વર્ષો દરમિયાન નક્સલીઓના આત્મસમર્પણમાં ડિસ્ટ્રિક રિઝર્વ ગાર્ડની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આ સાથે જ ઘણા પૂર્વ નક્સલી નેતાઓ DRGમાં નક્સલીઓ વિરુદ્ધ કામ કરી રહ્યા છે. છત્તીસગઢમાં નક્સલવાદને કાબૂ કરવા માટે DRGની રચના કરવામાં આવી હતી. આ ફોર્સને સૌપહેલા કાંકેર અને નારાયણપુરમાં તૈનાત કરવામાં આવી હતી.
સરકાર દ્વારા જાહેર કરાયેલા 2021ના આંકડા અનુસાર છત્તીસગઢના 8 જિલ્લા નક્સલ પ્રભાવિત છે. જેમાં બીજાપુર, સુકમા, બસ્તર, દંતેવાડા, કાંકેર, નારાયણપુર, રાજનાંદગાંવ અને કોંડાગાંવનો સમાવેશ થાય છે.
એપ્રિલ 2021માં ગૃહ મંત્રાલયે લોકસભામાં જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં, 2011થી 2020 દરમિયાન છત્તીસગઢમાં 3,722 નક્સલવાદી હુમલાઓ થયા છે. જેમાં આપણે 489 સૈનિકોને ગુમાવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application