Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી : જુજ ડેમ અને કેલીયા ડેમમાં પાણીની આવક વધી, ડેમમાં પાણીની આવક વધતા ખેડૂતો ખુશખુશાલ

  • July 03, 2023 

નવસારીનાં વાંસદા તાલુકાનાં જુજ ડેમ અને કેલીયા ડેમ વાંસદા તાલુકાનાં ગામોના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન છે. વાંસદા તાલુકાના ખેડૂતોના જીવા દોરી સમાન જુજડેમ અને કેલિયા ડેમમાં વરસાદ પડતાની સાથે 100 ટકા પાણીનો સ્ટોરેજ થાય છે. જેને લઇને સમગ્ર ડેમ વિસ્તારના ખેડૂતો ખેતી કરીને પાણી મેળવીને આવક મેળવે છે અને પીવાનું પાણી પણ મેળવી લે છે. હાલમાં વરસેલા વરસાદને કારણે જૂજ અને કેલીયા ડેમ 40 ટકા જેટલો ભરાયો છે. જુજ ડેમ વિસ્તારના કુલ 29 ગામોમાં સિંચાઇ માટે અને પીવા માટે પાણી અપાય છે. જ્યારે કેલિયા ડેમ વિસ્તારના 19 ગામોમાં સિંચાઇ અને પીવાનો પાણી મળી રહે છે. જુજ ડેમ ઓવફ્લોની સપાટી 167.50 છે અને હાલમાં તે 157.55 જેટલો ભરાયો છે. તેવી જ રીતે કેલિયા ડેમમાં 113.40 મી.ની ઓવરફ્લો સપાટી છે. જેની સામે 107.05 પાણી સ્ટોરેજમાં છે.



વાંસદા તાલુકાના 6 ગામો-કેલિયા, પિપલખેડ, સુખાબારી, કંસારીયા, વાઘાબારી, વાંદરવેલા, ચીખલી તાલુકાનાં-12 ગામો માંડવખડક, મિયાઝરી, ઘોડવણી, ગોડથળ, વેલણપુર, ધોલુંમ્બર, અગાસી, રૂમલા, કણભઈ, કાકડવેલ, આંબાચ, સારવણી અને ખેરગામ તાલુકાના 1 ગામ ધામધુમાં મળી કુલ 19 ગામોને સિંચાઇ તથા પીવાના પાણીનો લાભ મળે છે. વાંસદા તાલુકાનાં જુજ, ખડકિયા, મનપુર, સીતાપુર, ધાક માળ, નવતાડ, આંબાબારી, મહુવાસ, ચારણવાડા વાંસદા, રાણીફળિયા, મોટી ભમતી, હનુમાનબારી, નાની ભમતી, ભીનાર, નાની વાળઝર, પાલગભણ સિંગાડ, ધરમપૂરી, કેલકચ્છ, બારતાડ, ઉનાઈ, ચઢાવ, સિંધાઈ, ગોધા બારી, કુકડા, ખંભાળિયા, હોલીપાડા, ફૂરેલિયા તથા સુરત જિલ્લાના મહુવા તાલુકાના 2 ગામો-કોષ, આંગલધરા સહિતના ગામોના સિંચાઇ તથા પીવાનું પાણી મળે છે. છેલ્લા અઠવાડિયાથી વરસેલા વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો છે નવસારી જિલ્લાના ઉપરવાસમાં પાણીની આવક સારી હોવાથી ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application