Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બે લડતા આખલા આવી ચઢતાં લોકોમાં નાસભાગ મચી, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત

  • May 19, 2022 

નવસારીની લુંસિકુઈ ચોપાટી પાસે પરિવાર સાથે ભોજનની મિજબાની માણતા લોકો પર ગતરોજ રાત્રે બે લડતા આખલા આવી ચઢતાં લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. જોકે સ્થાનિકોનાં પ્રયાસ બાદ બે આખલા છૂટા પડ્યા હતા અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.



બનાવની વિગત એવી છે કે, હળવાશથી સ્ટ્રીટ ફૂડ લેતાં લોકો રાત્રે પરિવાર સાથે મજા માણી રહ્યા હતા તે સમયે બે લડતા આખલાઓ ધસી આવ્યા હતા અને બંને લડતા આખલાઓએ ઉધમ મચાવી લારીવાળાનો સામાન પણ વેરવિખેર કરી નાખ્યો હતો. જેમાં એક વ્યક્તિને ઇજા પણ પહોંચી હતી. જોકે સમગ્ર ઘટનાને પગલે રખડતા ઢોર મુદ્દે પાલિકા વધુ ગંભીર બને તેવી માંગ સ્થાનિકોમાં ઉઠવા પામી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application