Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નારકોટિક્સ ડ્રગ્સનાં ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

  • February 27, 2021 

નવસારી જીલ્લાનાં ચીખલી તાલુકાના કાંગવઇ ગામે ધંટી ફળીયા ખાતે સન 2016 ના વર્ષમાં મુબારકઅલી રિયાઝુદ્દીન કાદરીના રહેણાક મકાનમાં પોલીસની રેડ દરમ્યાન આઠ જેટલા આરોપીને ઝડપી પાડી નારકોટિક્સ ડ્રગ્સ મોફિન (કોડીન) મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

 

 

 

આ ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો આરોપી રાકેશ ઉર્ફે વિજય દિલીપ નાયકા (ઉ.વ-૩૩) (હાલ રહે.નવસારી વેજલપોર તા.જી.નવસારી) (મૂળ રહે.વાઝરડાગામ તા.સોનગઢ જી.સુરત) ને માંડવી પોલીસ સ્ટેશનથી ટ્રાન્સફર વોરંટથી લાવી ચીખલી નામદાર કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા રાકેશ ઉર્ફે વિજય નાયકાના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.બનાવની વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application