સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવસારીનાં જલાલ પુર વિસ્તારનાં અમૃતનગર ખાતે રહેતો અને ધોરણ-11માં અભ્યાસ કરતો 17 વર્ષીય તરૂણ, દર્શન જીતુભાઈ સાવણીયા મોડી રાતે પોતાની મોપેડ નંબર જીજે/21/બીકે/1031 ઉપર સવાર થઈ ઘરેથી નીકળ્યો હતો અને બાદમાં વિરાવળ નજીકથી પસાર થતી પૂર્ણા નદીના પુલ ઉપર પહોચ્યો હતો. જ્યાં તેને પોતાનું મોપેડ રોડની સાઈડમાં મૂકી દીધું હતું અને પુલ ઉપર ચઢી નદીમાં વહેતા પાણીના પ્રવાહમાં ઝંપલાવી દીધું હતું.
જે ઘટના અહીથી પસાર થતા સ્થાનિક લોકોએ જોતા પોલીસ તથા ફાયર વિભાગને જાણ કરીએ હતી જેથી ફાયર વિભાગનો કાફલો તાતકાલીક સ્થળ ઉપર પહોંચી ફાયર વિભાગના તરવૈયાઓ સ્થાનિક લોકોની મદદથી તરુણની શોધખોળ હાથ ધરી હતી. જે મોડે સુધી ચાલી હતી. ત્યારબાદમાં સવારે ફરીથી તેની શોધખોળ હાથ ધરવામાં આવીએ હતી. પરંતુ નદીમાં ઝંપલાવનાર તરૂણનો કોઈ પત્તો લાગ્યો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application